છેલ્લા 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 6088 કેસ, કુલ સંક્રમણ કેસ 1.18 લાખ હતા

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 12:18  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વધ્યો છે. આ દરમિયાન દેશભર માંથી કુલ 6088 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સંક્રમિતની સંખ્યા વધીને 1,18447 પહોંચી ગયા છે. ગુરુવારે જે રાજ્યોમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીનો પણ સમાવેશ થાય છે.


આ દરમિયાન, આ રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 3583 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભર માંથી 150 લોકોની મૃત્યુના સમાચાર આવ્યા છે. આ દરમિયાન ગુરુવારે એકલા મહારાષ્ટ્રમાં 64 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. અહી આ રાજ્યમાં એક દિવસમાં થયેલા આ મૃત્યુમાં સૌથી વધુ સંખ્યા છે.


દેશભરમાં હાલમાં 66,330 એક્ટિવ કેસ છે. તેનો અર્થ એ કે ઘણા લોકો બીમાર છે. આમાં સારી બાબત છે કે આ રોગચાળા માંથી રિકવરી થવાનો રેટ 40 ટકા છે. અત્યાર સુધી કુલ 48,000 લોક આ સંક્રમણથી સાજા થયા છે.