Air India Express: ભારતથી UAE જવા માટે 12 જુલાઈથી 26 જુલાઇ સુધી ટિકિટ બુક કરો

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 18:14  |  સ્ત્રોત : Moneycontrol.com

એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express)એ UAE માટે ટિકિટ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે 12 જુલાઈથી 26 જુલાઇ સુધી ટિકિટ બુકિંગ કરવામાં આવશે. એર લાઇન્સ કંપનીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ફ્લાઇટ્સની ટિકિટ બુકિંગ માટે ખોલવામાં આવી છે. તમે બુકિંગ અમારી વેબકાઇટ http://airindiaexpress.in પર જઇને કરી શકો છો.


જો કે, એર ઇન્ડિયા એક્સપ્રેસએ એક શર્ત મુકી છે કે ફક્ત UAEના નાગરિકો ભારતથી પરત ફરવા માંગે છે ફક્ત તે જ તેમની બુકિંગ કરાવી શકે છે. કોરોનાવાયરસ સંક્રમણને કારણે હજારો લોકો અહીં ફસાયા છે. હવે વંદે ભારત મિશન (Vande Bharat Mission) હેઠળ તેમણે પાછા UAE લઈ જવામાં આવશે.