Alert: તમારી પાસે છે પ્લાસ્ટિકના આધાર કાર્ડ તો નહીં કરી શકો આ કામ

ના રોજ પ્રકાશિત Tue, 14, 2020 પર 09:10  |  સ્ત્રોત : Moneycontrol.com

જો તમે આધાર કાર્ડ બનાવી લીધુ છે. તો તમે તેને સુરક્ષિત રાખવા માટે ક્યારેક લેમિનેશન કરાવી લો છો કે પછી પ્લાસ્ટિકનું આધાર કાર્ડ એટલે સ્માર્ટ આધાર કાર્ડ બનાવી લો છો. તો તમે સાવધાન થઈ જાઓ.  Unique Identification Authority of Indias (UIDAI) એ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે એવા આધાર કાર્ડ ગેરકાયદેસર એટલે કે ઈનવેલિડ છે. આ રીતના આધાર કાર્ડ ઉપયોગ કરવા વાળાને જોરદાર નુકસાન સહન કરવુ પડી સકે છે.

આવા આધાર કાર્ડ છે ઈનવેલિડ

UIDAI નું કહેવુ છે કે જો તમે સ્માર્ટ આધાર કાર્ડ કે આધાર કાર્ડનું લેમિનેશન (Lamination aadhaar card) કરાવો છો. તો તેનાથી તમારા ડેટા ચોરી થઈ સકે છે. તમારી પર્સનલ ડિટેલ્સને તમારી મંજૂરી વગર શેર કરી શકાય છે. સાથે જ એવા આધાર કાર્ડનો ઉપયોગ કરવાથી ક્યૂ આર કોડ પણ કામ કરવાનું બંધ કરી દે છે. જો કે, અથૉરિટીએ તે પણ સ્પષ્ટ રીતે ના પાડી છે કે પ્લાસ્ટિક આધાર કે સ્માર્ટ આધાર કાર્ડ ઉપયોગ ના કરે. એવામાં સ્માર્ટ આધાર કાર્ડના ચક્કરમાં ના પડવાની સલાહ આપી છે. સ્માર્ટ આધાર કાર્ડ બનાવવામાં પૈસા પણ વધારે ખર્ચ થાય છે. જેની કોઈ જરૂર નથી. ત્યાં સુધી કે તમારે કલર્ડ પ્રિન્ટની પણ જરૂર નથી. સાથે જ તમારે અલગથી આધાર કાર્ડને લેમિનેશન કે પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂર જરા પણ નથી.

ક્યા આધાર કાર્ડ છે વેલિડ

UIDAI નું કહેવુ છે કે ઓરિજનલ આધારના સિવાય કોઈ પણ સાધારણ પેપરમાં ડાઉનલોડ કરવામાં આવેલુ આધાર કે એમઆધાર પૂરી રીતથી વેલિડ છે.

અહીં કરો ફ્રી માં ડાઉનલોડ

જો તમારૂ આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો તમે અહીં ફ્રી માં https://eaadhaar.uidai.gov.in સાઈટથી ડાઉનલોડ કરી સકો છો.