હવે ધોરણ 1થી 8માં ગુજરાતી વિષય ફરજીયાત કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષાનું શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ ગૃહમાં પાસ થયું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ બિલ રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને AAPએ પણ બિલને ટેકો આપ્યો. હવે આ બિલની જોગવાઈ પ્રમાણે ધોરણ 1થી 8 સુધી ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવી પડશે.
પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજીયાત કરવામાં આવ્યો છે. આના પર વધુ વિગત આપતા સીએનબીસી-બજારના સંવાદદાતા કેતન જોશી એ કહ્યુ કે વિધાનસભામાં ગુજરાતી વિષય માટે બિલ પાસ કરાયું છે. આ બિલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રજૂ કર્યું છે. આ બીલને કોંગ્રેસ અને AAPએ પણ ટેકો આપ્યો છે. આ બિલમાં ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે.
ગુજરાતી ભાષાનું શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ ગૃહમાં પાસ થયુ છે. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓએ નિયમ પાળવો પડશે. રાજ્યના પ્રત્યેક બોર્ડ, સ્કૂલને કાયદો લાગૂ પડશે. જ્યારે CBSEની સ્કૂલો, કેન્દ્રીય સ્કૂલોનો પણ સમાવેશ થાય છે.