Ayodhya Ram Janmabhoomi: મંદિર નિર્માણમાં લેવલિંગના દરમ્યાન મળી દેવી દેવાતાઓની પ્રાચીન મુર્તિઓ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 14:09  |  સ્ત્રોત : Moneycontrol.com

રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દીધુ છે. પ્રશાસનથી પરવાનગી મળ્યાની બાદ રામ મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. મંદિર નિર્માણ માટે જ્યારે જમીનને લેવલ કરવામાં આવી રહી હતી, ત્યારે ખોદકામમાં મૂર્તિઓ નિકળી, જ્યારે તેને જોઈને બધા લોકો હેરાન થઈ ગયા.

લેવલિંગના દરમ્યાન મોટી સંખ્યામાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ મળી. તેના સિવાય 7 બ્લેક ટચ સ્ટોનના સ્તંભ, 6 લાલ સેંડસ્ટોનના સ્તંભ સહિત 5 ફીટના એક શિવલિંગ પણ મળી છે. ખોદકામના દરમ્યાન પુરાતત્વિક મહત્વની ઘણી વસ્તુઓ મળી છે. જેમ કે કળશ, પુષ્પ, આમલક વગેરે. VHP નેતા અને શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Sri Ram Janmabhoomi Tirth Kshetra Trust) ના મહાસચિવ ચંપત રાય (Champat Rai) એ કહ્યુ કે છેલ્લા 10 દિવસથી જમીનને લેવલ કરવાનું કામ ચાલી રહ્યુ છે. આ દરમ્યાન આ મૂર્તિઓ મળી છે.

તેમણે આગળ કહ્યુ કે જમીનને લેવલ કરવા અને જૂની ગેંગ-વે ને હટાવાનું કામ ચાલુ છે. કોરોના વાયરસ મહામારીના ચાલતા બધા નિયમોનું પાલન કરતા મશીનોના ઉપયોગ અને સોશલ ડિસ્ટેંસિંગ, સેનિટાઈઝેશન, માસ્ક સહીત અન્ય બધી સુરક્ષા ઉપાયોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ કામમાં 3 JCB, એક ક્રેન, બે ટ્રેક્ટર અને 10 મજુર રાખ્યા છે. JCB ના દ્વારા ગર્ભગૃહના ચારો તરફના માલને હટાવામાં આવી રહ્યો છે. આ પ્રકાર દર્શન માર્ગ પર દર્શનાર્થિઓ માટે બનાવામાં આવેલા ગેંગ-વે ના બેરીકેડિંગને હટાવાનુ પણ કામ ચાલુ છે.

આ વચ્ચે બાબરી મસ્જિદના પક્ષકાર રહે ઇકબાલ અંસારીનું કહેવુ છે કે હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, જો કે હવે તે કોઈપણ બયાન નથી આપવા ઈચ્છતા. 70 વર્ષ સુધી કેસ ચાલ્યો છે અને નિર્ણય આવી ચુક્યો છે, અમારી તરફથી કેસ સમાપ્ત થઈ ગયો છે. મૂર્તિઓને લઈને તેમણે કહ્યુ કે ત્યાં જે પણ મળ્યુ છે, તેમનુ અમે સમ્માન કરી રહ્યા છે.