Bharat Bandh Live Updates ખેડૂતોનું ભારત બંધ શરૂ, દિલ્હી બૉર્ડર પર વિરોધ, સુરક્ષા વધારી

ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયો છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. દિલ્હીના વિવિધ બૉર્ડર પર વિરોધ ચાલી રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Mon, 27, 2021 પર 11:07  |  સ્ત્રોત : Moneycontrol.com

Bharat Bandh: ખેડૂતોએ તેમના આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે 27 સપ્ટેમ્બર સોમવારે ભારત બંધ (Bharat Bandh) કરવાની જાહેરાત કરી હતી. આ બંધનું સંયુક્ત મોર્ચા (Samyukt Kiasn Morcha)ની અગુનાઈમાં થશે. આ મોર્ચા હેઠળ 40 થી વધુ ખેડૂત યૂનિયન શામેલ છે. ખેડૂતો દ્વારા ભારત બંધની શરૂઆત સવારે 6 વાગ્યાથી થશે જે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.


સંયુક્ત કિસાન મોર્ચાએ દેશના તમામા નાગરિકોને ભારત બંધમાં સામેલ થયા અને તેને સફળ બનાવવા અપીલ કરી છે. કિસાન મોર્ચાએ કામદારો, કારોબારિયો, ટ્રાન્સપોર્ટરો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને તમામ સામાજિક સંગઠનને 27 સપ્ટેમ્બરે એક થવા કહ્યું છે.


10:15 AM


સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ભારત બંધની જાહેરાતને કારણે દિલ્હી-ગુરુગ્રામ બૉર્ડર પર ગાડિયોના લાંબો ટ્રાફિક જામ થયો છે. અવરજવરમાં લોકોને ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


09:35 AM


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બંધનું સમર્થન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે હું ખેડૂતોની સાથે ઊભો છું.


09:00 AM


દિલ્હી-હરિયાણાની સિંઘુ બૉર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. ખેડૂતોએ આજે ​​ભારત બંધની જાબેરાત કરી છે. જ્યારે હરિયાણાના ફતેહગઢમાં રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે અને રેલવે ટ્રેક પર ઉભા રહીને વિરોધ કરી રહ્યા છે.


08:50 AM


દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીનું કહ્યું છે કે લાલ કિલ્લા તરફ જતો રસ્તો બન્ને તરફથી બંધ કરી દેવામાં આવ્યા છે. છટ્ટા રેલ અને સુભાષ માર્ગ પણ બન્ને તરફથી બંધ કરી દેવામાં આવ્યા છે.


જાણો ભારત બંધથી જોડાયેલી કેટલીક મહત્વની વાતો


ભારત બંધ સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન તમામ સરકારી અને પ્રાઇવેટ ઑફિસ બંધ રહેશે. ખેડૂતોનો દાવો છે કે કોઈપણ પ્રકારના સરકારી અથવા બિન-સરકારી જાહેર કાર્યક્રમોની પણ મંજૂરી આપવામાં નહીં આવશે.


ખેડૂતોનું કહેવું છે કે તમામ હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને જરૂરી સર્વિસઓ ચાલુ રહેશે. કોઈપણ વ્યક્તિગત ઇમરજેન્સીમાં અવરજવર માટે છૂટ રહેશે.


સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા બોલાવાયેલા આ ભારત બંધના વિપક્ષી પાર્ટીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે. આ બંધને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. આ સિવાય NCP, CPI, TMCએ પણ સપોર્ટ આપ્યો છે.


બહુજન સમાજ પાર્ટી Bahujan Samaj Party)ના વડા માયાવતી (Mayawati)એ ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દ્વારા બોલાવેલા શાંતિપૂર્ણ ભારત બંધને ટેકો આપ્યો છે. માયાવતીએ ટ્વિટ કર્યું છે કે કેન્દ્ર દ્વારા ઉતાવળમાં બનાવેલા ત્રણ કૃષિ કાયદાથી અસહમત અને દુ:ખી છે. દેશના ખેડૂતો તેને પરતના રસ્તાને લઇને લગભગ 10 મહિનાથી સમગ્ર દેશમાં અને ખાસ કરીને દિલ્હીની આસપાસના રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે જેના શાંતિપૂર્ણ આયોદનને BSPનું સમર્થન છે.