CAG રિપોર્ટમાં કેન્દ્ર સરકાર પર GST Fundનો દુરૂપયોગનો આરોપ, રાજ્યોની સાથે થઇ છેતરપિંડી

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 16:08  |  સ્ત્રોત : Moneycontrol.com

કંટ્રોલર અને ઓડિટર જનરલ (Comptroller and Auditor General- CAG)એ પોતાના રિપોર્ટમાં મોદી સરકાર (Modi Government) પર રાજ્યને ઘોખા આપવા અને તેના જીએસટી દંડ (GSt Compensation)ઓછું આપવાનું આરોપ લગાડ્યો છે. CAGએ સંસદમાં ઉલ્લંધન કર્યા અને GST Fundનું ઉપયોગ રાજ્યને વળતર આપવાના બદલે ક્યાક અન્ય કર્યું છે. CAGએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19માં કેન્દ્ર સરકારે જીએસટી ક્ષતિપૂર્તિ (GST Compentation)ના 47,272 કરોડ રૂપિયા કોન્સોલિડેટેડ ફંડ ઑફ ઇન્ડિયા (CFI)માં મૂક્યા છે અને આ ફંડને અન્ય કામ માટે ઉપયોગ કર્યું હતું. આનાથી તે સમયે દેશની રાજસ્વ પ્રાપ્તિ (revenue) વધી અને રાજકોષી ઘટી (Fiscal deficit) ઓછી થઈ.


CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે સરકારે 2017-18 અને 2018-19માં CFIમાં જીએસટી ક્ષતિપીર્તિ સેસના 47,272 કરોડ રૂપિયા જાળવીને કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું અને અન્ય વસ્તુઓ માટે રકમનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આ નાણાનો ઉપયોગ દેશમાં GST લાગુ થયા પછી આ નાણાં રાજ્યોને ક્ષતિપૂર્તિ રૂપમાં આપવા માટે કર્યા હતું. CAGએ કહ્યું કે નાણાકિયા વર્ષ 2018-19માં CFIથી GST Compensation fundમાં 90,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનું બજેટ પ્રાવધાન હતું. આ રકમ રાજ્યોને જીએસટી વળતર તરીકે આપવાની હતી.


રાજ્યોને 47,272 કરોડ રૂપિયા ઓછા આપ્યા


પરંતુ, આ વર્ષે GST Compensation Cessના રિતે 95,081 કરોડ રૂપિયા જમા થયા છે. પરંતુ નાણાં મંત્રાલયના રાજસ્વ વિભાગે આમાંથી માત્ર 54275 કરોડ રૂપિયાને આપવા માટે રાજ્યોને આપવાના કંપેનસેશન ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા. આ ફંડમાં પહેલેથી જ 15,000 કરોડ રૂપિયા જમા હતા. કેન્દ્ર સરકારે આ ફંડ માંથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફક્ત 69275 કરોડ રૂપિયા જીએસટી વળતર રૂપે જાહેર કર્યા હતા. જ્યારે 1,16,547 કરોડ રૂપિયા જારી કરવા જોઈએ.


GST Actનું ઉલ્લંઘન


CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે GST Compensation Fundને સ્ટેટમેન્ટ 8,9 અને 13ના ઑડુટ પરીક્ષણથી જણાવા માળ્યું છે કે જીએસટી વળતર ઉપર કલેક્શનમાં નાણાકિયા વર્ષ 2017-18 અને 2018-19 માટે 47,272 કરોડ રૂપિયાનું ઓછું ફંડ ક્રેડિટ હતું. આ GST Compensation Act, 2017ના નિયમોનું ઉલ્લંઘન છે. જ્યારે, નાણામંત્રી નિર્મળા સીતારામણે સંસદમાં ગત સપ્તાહ કહ્યું હતું કે CFI થી Gst રાજસ્વના નુકસાન માટે રાજ્યને વળતર કરવા માટે કાયદામાં કોઇ પ્રવધાન નથી. નાણાં પ્રધાને કહ્યું હતું કે સેસથી જે વળતર લેવામાં આવે છે ત્યા હોય છે, GSt Compensation જેનાથી રાજ્યોના નુકસાનની ભરપાઇ કરે છે. જો સેસ કલેક્શનમાં કંઈ નથી, તો રાજ્યોને વળતર તરીકે કશું નહીં મળશે. એના પહેલા GST Councilની બેઠકમાં અટૉર્ની જનરલે સૂચન કર્યું હતું કે જીએસટી કાયદામાં એવું પ્રાવધાન નહીં હોવું જોઇએ, જેનાથી CFIથી રાજ્યોને વળતર મળશે.