કેશ લોન અને ઓવરડ્રાફ્ટ લેનારા હવે Current account નહીં ખુલશે, જાણો નવી ગાઇડલાઇન્સ

ના રોજ પ્રકાશિત Fri, 07, 2020 પર 12:31  |  સ્ત્રોત : Moneycontrol.com

જુદા જુદા બેન્ક અકાઇન્ટ દ્વારા લોન (loan) લઈને છેતરપિંડીના કેસોને કાબૂમાં કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ વિવિધ અકાઉન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા નવા પગલાં સૂચવ્યા છે. RBIએ એવા ગ્રાહકો માટે ચાલુ ખાતું (current account) ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે કે જેમણે રોકડ લોન (cash loan) અથવા ઓવરડ્રાફ્ટ (overdraft)ની સુવિધા મેળવી છે. RBIએ બેન્કોને કહ્યું કે આ મામલામાં અનુશાસનની જરૂરત છે. એક જાહેરનામામાં RBIએ કહ્યું છે Current account ખોલવાને બદલે તમામ લેન-દેન કેશ લોન (cash credit) અથવા ઓવરડ્રાફટ (OD) ખાતા દ્વારા થવું જોઈએ.


આરબીઆઈના ગવર્નર શક્તિકંતા દાસ (shaktikanta Das)એ કહ્યું કે ત્યા લોન વાળા વિવિધ બેન્ક અકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં વર્તમાન એકાઉન્ટ્સ અને કેશ ક્રેડિટ-ઓવરડ્રાફટ સુવિધા વાળા બેન્ક અકાઉન્ટ પણ શામિલ છે. આ ક્રેડિટ અનુશાસન સપ્તાહ થઇ રહી છે. આને ધ્યાનમાં રાખીને, કરન્ટ અકાઉન્ટ ખોલવા માટે યોગ્ય સુરક્ષા પગલાં અપનાવવામાં આવી રહ્યા છે.


જમાકર્ચાઓના પૈસા સુરક્ષિત રહેશે


આપને જણાવી દઈએ કે 4000 કરોડ રૂપિયાથી વધુના પીએમસી સહકારી બેન્ક કૌભાંડ (PMC Bank Scam)ના કેસમાં ઘણા અકાઉન્ટ ખોલીને છેતરપિંડી થયાનું જાણવા મળ્યું છે. તેને ધ્યાનમાં રાખીને RBIએ આ પગલું ભર્યું છે. બેન્ક અધિકારીઓનું કહેવું છે કે આ નવી સિસ્ટમથી બેન્કોની સાખે જે છેતરપિંડી કરવામાં આવતા હતા, તેના પર કાબૂ કરવો અને બેન્કમાં જમા કરવા વાળા લોકોના પૈસા સુરક્ષિત રહેશે.


આ છે નવી ગાઇડલાઇન્સ


RBIના નવા નિર્દેશો અનુસાર, કોઈ પણ બેન્ક એવા ગ્રાહકો માટે કરન્ટ અકાઉન્ટ નહીં ખોલાવશે, જેમણે બેન્કિંગ સિસ્ટમ માંથી કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફ્ટના રૂપમાં ક્રેડિટ સુવિધા મેળવી છે. તમામ લેન-દેન કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફટ અકાઉન્ટ દ્વારા કરવામાં આવશે. બેન્કો તમામ કરન્ટ અકાઉન્ટ, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ સુવિધાવાળા ખાતાઓનું નિયમિત રિતે મૉનિટરિંગ કરશે અને આ મૉનિટરિંદ ઓછામાં ઓછા ક્વાર્ટરના આધાર પર કરવામાં આવશે.