CBSE result 2020: 12મી અને 10મી પરિણામ 15 જુલાઈએ જાહેર કરાશે

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 15:07  |  સ્ત્રોત : Moneycontrol.com

CBSE result 2020: આ વર્ષે CBSEની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું પરિણામ 15 જુલાઇએ આવવાનું છે. 10 મી અને 12 મી બન્ને પરીક્ષાનું પરિણામ 15 જુલાઇએ આવશે. સુપ્રીમ કોર્ટમાં 8 જુલાઈના રોજ થયેલી સુનાવણી દરમિયાન CBSEના ડ્રાફ્ટ નોટિફિકેશન રજૂ કર્યું હતું. આ અનુસાર 15 જુલાઇએ બોર્ડની પરીક્ષાના પરિણામ આવી શકે છે. કોરોનાવાયરસ (Covid-19) અને લોકડાઉનથી કેટલીક પરીક્ષાઓ બાકી રહી ગઇ હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરવા અને અસેસમેન્ટ પ્રક્રિયાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે વિષયોની પરીક્ષાઓ નથી થઈ તેના પરિણામો ઇન્ટર્નલ અસેસમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવશે.