CISCE Results 2021: ICSE વર્ગ 10 અને ISC વર્ગ 12 ના પરિણામો જાહેર, જાણો ક્યાં અને કેવી રીતે જોવું પરિણામ

આ વર્ષે કુલ પાસિંગ ટાકાવારી ICSE પરિણામ માટે 99.98 ટકા અને ISCના પરિણામ માટે 99.76 ટકા છે.
ના રોજ પ્રકાશિત Sat, 24, 2021 પર 16:12  |  સ્ત્રોત : Moneycontrol.com

કાઉન્સિલ ફૉર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ આજે ICSE વર્ગ 10 અને ISC વર્ગ 12 મા પરિણામ જાહેર (result declared) કર્યા છે. આ વર્ષે કુલ પાસિંગ ટકાવારી ICSE પરિણામ માટે 99.98 ટકા અને ISC પરિણામ માટે 99.76 ટકા છે. દિલ્હી નેશનલ કેપિટલ રિજન (NCR)એ આજે ICSEના પરિણામોમાં 100 ટકા પાસિંગ ટકાવારી નોંધાવી છે. ISC ક્લાસ 12 ના પરિણામોમાં પણ દિલ્હી 99.93 ટકા નોંધાયેલ છે. આ વર્ષે ICSEની પરીક્ષામાં 2,909 છોકરાઓ અને 2,554 છોકરીઓ સામેવ છે. ISCની પરીક્ષા આ વર્ષે 1,418 છોકરાઓ અને 1,393 છોકરીઓ સામેલ થઇ છે.


ઉમેદવારો કાઉન્સિલની અધિકારીક વેબસાઇટ - cisce.org અથવા results.cisce.org દ્વારા તેમના પરિણામો જોઇ શકે છે. કાઉન્સિલ ફૉર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ આ વર્ષે બન્ને વર્ગ માટે COVID-19ની આક્રમક બીજી તરંગને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરી હતી.


પરિણામ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતી વૈકલ્પિક મૂલ્યાંકન નીતિ (Alternate Assessment Policy)ના આધાર પર તૈયાર કરવામાં આવે છે.


કેવી રિતે ચેક કરે ICSE Results 2021:


- results.cisce.org અથવા cisce.org પર જવું પડશે.


- વેબસાઇટ્સના હોમપેજ પર, Result 2021નો વિકલ્પ હશે અને વિદ્યાર્થીઓએ તેના પર ક્લિક કરવું પડશે.


- વિદ્યાર્થીઓએ તેમની Unique ID, ઇન્ડેક્સ નંબર અને સિક્યોરિટી પિન દાખલ કરવાની જરૂર છે અને લૉગ ઈન કરવા માટે ક્લિક કરો.


- વિદ્યાર્થીઓ પરિણામની કૉપી ડાઉનલોડ કરી શકે છે અને ભવિષ્ય માટે તેની હાર્ડ કૉપી રાખી શકે છે.


આ સિવાય CAREERS પોર્ટલ દ્વારા શાળાઓ માટે ટેબ્યુલેશન રજિસ્ટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા પ્રિંસિપલના લૉગઈન ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને કાઉન્સિલના કારકિર્દી પોર્ટલમાં લૉગ ઈન કરીને પરિણામ લઇ શકો છો.


બોર્ડએ માર્કિંગમાં હાઇ ભૂલો (અગર કોઇ હોય)ના સુધારવા માટે વિવાદ સમાઘાન તંત્ર (Dispute Resolution Mechanism) સ્થાપના કરી છે. પરિણામમાં ગુણની ગણતરીના સંબંધમાં કોઇ ઉમેદવારને કોઈ વાંધો થવાની સ્થિતિમાં, ત્યાર સ્કૂલના એક લેખિત અરજી કરી શકે છે, જેમાં તેના કારણો સાથે વાંધાની જાણકારી આપવામાં આવી છે.