જૂનમાં કોર સેક્ટરનો ગ્રોથ ઘટીને 8.9% પર આવ્યો, એપ્રિલ અને મેમાં ડબલ ડિજિટ ગ્રોથ

આ વર્ષે મે માં કોર સેક્ટરની ગ્રોથ 16.3 ટકા અને એપ્રિલમાં 60.9 ટકા હતી.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 18:32  |  સ્ત્રોત : Moneycontrol.com

આઠ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની ગ્રોથ જૂન 2021 માં નબળી રહી છે. એના પહેલા બે મહિના મે અને એપ્રિલમાં કોર સેક્ટરની ગ્રોથ ડબલ ડિઝિટમાં હતી. પરંતુ જૂન મહિનામાં તે ઘટીને 8.9 ટકા પર આવી ગઇ છે.


આ વર્ષે મે મહિનામાં કોર સેક્ટરની ગ્રોથ 16.3 ટકા હતી. એના પહેલા એપ્રિલમાં કોર સેક્ટરની ગ્રોથ લો બેસ ઇફેક્ટને કારણે 60.9 ટકા હતી.


ભારતના 8 મહત્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કોલ, ક્રૂડ તેલ અને ઇલેક્ટ્રિસિટીનો હિસ્સો 40 ટકા છે. સરકારી આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2022 ના જૂન ક્વાર્ટર દરમિયાન આ સેક્ટરની ગ્રોથ વર્ષ-દર-વર્ષના આધાર પર 25.3 ટકા વધી છે.


આ સિવાય રિફાઇનરી આઉટપુટ અને સ્ટીલ પ્રોડક્શનની ગ્રોથમાં ઘટાડો આવ્યા છે. મે 2021 માં આ બન્ને સેક્ટરની ગ્રોથ ડબલ ડિઝિટમાં હતી, પરંતુ આ વખતે તેમાં ઘટાડો આવ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન ફર્ટિલાઇરના પ્રોડક્શનમાં વધારો થોય છે. આ વર્ષે માર્ચમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની ગ્રોથ 12.6 ટકા હતી જ્યારે અનુમાન 6.8 ટકાનું હતું.


IMFએ ઘટાડો અનુમાન


ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (IMF)એ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના ગ્રૉસ ડોમોસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથનું અનુમાન 12.5 ટકાથી ઘટીને 9.5 ટકા કર્યું છે. આ માટે IMFએ કોરોનાની બીજી તબક્કાને કારણે થતાં નુકસાનનું કારણ જણાવ્યું છે.


કોરોનાની બીજી લહેરને કારણે ઇકોનૉમીને મોટા ઝટકો લાગ્યો છે અને ડિમાન્ડમાં ઘણો ઘટાડો થયો છે.


IMFએ તેના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે, માર્ચના મધ્યમાં કોરોનાની બીજી તબક્કાથી ફાટી નીકળ્યા પછી દેશમાં ગ્રોથની સંભાવના ઓછી થઈ છે. એનાથી બિઝનેસ કૉન્ફિડેન્સ પણ ગણો નબળો પડી ગયો છે.