Coronavirus: નિષ્ણાતોએ કહ્યું સાઉથ આફ્રિકામાં નવું વેરિએન્ટ વધુ જીવલેણ, લક્ષદ્વીપમાં આવ્યો પહેલો કેસ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 11:03  |  સ્ત્રોત : Moneycontrol.com

એક તરફ દેશમાં કોરોનાવાયરસ (Coronavirus)ના સમાપ્ત માટે વેક્સીનેશન પ્રોગ્રામ (Vaccination Drive) ચાલી રહ્યું છે, તો ત્યારે બીજી તરફ આ જીવલેણ વાયરસના અન્ય એક નવા વેરિએન્ટએ બધાની ચિંતા લધારી દીધી છે. નિષ્ણાતોએ સોમવારે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકા (South Africa)માં મળી આવેલા Covid-19નું એક બીજું નવું વેરિઅન્ટ પહેલાના વેરિએન્ટ કરતા વધુ સંક્રમણ છે. જોકે, હજી સુધી કોઈ પુરાવા નથી મળ્યા.


સ્વાશ્થ્ય મંત્રાલયની વૈજ્ઞાનિક સમિતિના સહ-અધ્યક્ષ પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમે કહ્યું કે આ નવો વેરિએન્ટ 50 ટકા વધુ સંક્રમણ છે. ત્યારે લક્ષદ્વીપ આઇલેન્ડ પર આ નવા વેરિએન્ટનો પહેલો કિસ્સો બહાર આવ્યો છે. કરિમે વધુમાં કહ્યું કે, જોકે કોઇ પુરાવા નથી છે કે નવા કોવિડ વેરિઅન્ટ ઓરિઝિનલ વેરિએન્ટથી વધુ ગંભીર છે.


હકીકતમાં, દુનિયાભરના જુદા-જુદા દેશોમાં જોવા મળતા કોરોનાના નવા સ્ટ્રેનના વિશે નિષ્ણાતોએ એક અભ્યાસ કર્યો હતો અને તે નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે આ સમયે સૌથી વધુ જીવલેણ વેરિએન્ટ દક્ષિણ આફ્રિકામાં છે. કોરોનાના 13 લાખ કેસની સાથે આફ્રિકા આઈલેન્ડ પર દક્ષિણ આફ્રિકા સૌથી પહેલા નંબર પર છે. ત્યારે હવે 37,105 લોકો મૃત્યુ થઇ ગઇ છે.


સાઉથ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રી ઝીવલી મખાઇઝે સોમવારે કહ્યું કે સંક્રમણના કેસમાં 23 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ગયા સપ્તાહ 18.3 ટકાનો વધારો થયો છે. નિષ્ણાત પેનલના અન્ય સભ્ય ડૉ. વસિલા જસ્સટે કહ્યું છે કે દાખલ લોકોની સંખ્યામાં વધારો થવા છતાં હોસ્પિટલોમાં વાયરસથી મૃત્યુ દર સંક્રમણની પહેલી તરંગથી નથી બદલી.


આ નવા વેરિએન્ટની દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતો દ્વારા શોધ કરવામાં આવી હતી, જેને 510Y.V2 તરીકે ઓળખવામાં આવી છે. એક અન્ય પેનલ સભ્ય, વાઇરોલોજિસ્ટ પ્રોફેસર એલેક્સ સિગલે જણાવ્યું હતું કે દુનિયાએ આ વાયરસને ઓછો કરીને અંદાજ આપ્યો છે.


ત્યારે એપિડેમિયોલૉજિસ્ટ અબ્દુલ કરીમે જણાવ્યું હતું કે આહી હજી સુધી ખબર નથી કે શું હાલની બન્ને વેક્સીન વાયરસના નવા વેરિએન્ટ સામે કામ કરશે કે નહીં. જોકે એના પર કોઇ અધ્યયન ચાલી રહ્યું છે