Coronavirus India LIVE Updates: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 1,12,359 થઈ, 3,435 લોકોની મૃત્યુ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2020 પર 09:36  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ, દેશભરમાં કોરોના પૉઝિટિવ કેસોની કુલ સંખ્યા 1,12,359 થઈ ગઈ છે, જેમાંથી 63,624 સક્રિય છે, 45,300 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે એટલે કે તેમણે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે અને 3,435 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 5,609 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 132 લોકોની મૃત્યુ થઈ છે.

09:38 AM

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12537 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 749 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. અત્યાર સુધી 5219 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે જતા રહ્યા છે.

તમિલનાડુમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 13191 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 87 લોકોની મૃત્યુ થઈ ગઈ છે. જ્યારે 5882 લોકો સ્વસ્થ થઈ પોતાના ઘરે જતા રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 39297 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 1390 લોકોની મૃત્યુ થઈ છે. અત્યાર સુધી કુલ 10318 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 39297 થઈ ગઈ છે. ત્યાર બાદ તમિલનાડુમાં 13191 અને ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 12537 થઈ ગઈ છે.