Coronavirus India News: સંક્રમિતોની સંખ્યા 8.20 લાખથી વધુ, એક દિવસમાં રિકોર્ડ 27,114 નવા કેસ

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 14:45  |  સ્ત્રોત : Moneycontrol.com

Coronavirus: ભારતમાં ઝડપથી સુધરી રહ્યા હાલાત, દરરોજ 19 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.


દેશમાં કોરોના વાયરસ (Covid-19)ના સંક્રમણના કેસો ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,114 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સંક્રમિતોની અત્યાર સુધી એક દિવસમાં સર્વધિક સંખ્યા છે. 24 કલાક દરમિયાન 519 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી શનિવારે જારી કરેલા આંકડા મુજબ, દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 27,114 નવા કેસ સામે આવ્યા છે, જેમાં સંક્રમિતોની સંખ્યા 8,20,916 થઈ ગઈ છે. એક દિવસ પહેલા 26,506 નવા કેસ સામે આવ્યા હતા.


કોરોના સંક્રમણ ઝડપથી વધતા જતા કેસ વચ્ચે રાહતની વાત એ છે કે તેનાથી સુધારણા કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન 19,873 દર્દીઓ સાજા થયા છે, જેમાં કુલ અત્યાર સુધી 5,15,386 લોકોને રોગમુક્ત કરવામાં આવ્યા છે. દેશમાં હાલમાં કોરોના સંક્રમણના 2,83,407 સક્રિય કેસ છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 519 લોકોની મૃત્યુથી મૃત્યુની સંખ્યા 22,123 થઈ ગઈ છે.


ભારતમાં કુલ રિકવરી રેટ 62.7 ટકા છે. 19,000 થી વધુ દર્દીઓના સ્વસ્થ થવા માટે આ ત્રીજો દિવસ છે. કોરોના રોગચાળા દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર છે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 7,862 કેસ નોંધાયા છે, જે માંથી કોરોના સંક્રમિત આંકડા 2,38,461 પર પહોંચી ગઈ છે. રાજ્યએ આ સમયગાળા દરમિયાન 226 લોકોની મૃત્યુ થઇ ગઇ છે, જેના કારણે મૃતકોની સંખ્યા વધીને 9,893 થઈ ગઈ છે. ત્યારે 1,32,625 લોકોને સંક્રમણ મુક્ત થયા છે.


સંક્રમણના મામલે બીજા સ્થાને પર પહોંચીલા તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા સવા લાથની પાર થઇ ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના કેસ 3,680 વધી 1,30,261 પર પહોંચી ગયા છે. આ દરમિયાન 64 લોકોની મૃત્યુથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1829 તઇ ગઇ છે. રાઝ્યમાં 82324 લોકોના ઉપચાર પછી હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.