Coronavirus India News: દેશમાં સંક્રમિતોની સંખ્યા 61 લાખને પાર, 24 કલાકમાં 70,589 નવા કેસ

ના રોજ પ્રકાશિત Tue, 29, 2020 પર 11:04  |  સ્ત્રોત : Moneycontrol.com

Coronavirus News: દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાવાયરસ સંક્રમણના 70,589 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 61 લાખ પર પહોંચી ગઈ છે. યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીની તરફથી આપેલ જાણકારી અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 61,45,292 છે. ત્યાં 9,47,576 એક્ટિવ કેસ છે અને 51,01,398 લોકો આ મહામારીથી સારા થયા છે. હેલ્થ મિનિસ્ટ્રી મુજબ, દેશમાં હવે એક્ટિવ કેસ 15.85 ટકા છે અને રિકવરી 82.58 ટકા છે.


COvid-19થી કુલ મૃત્યુ આંક વધીને 96,318 પર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 776 લોકોની મૃત્યુ આ સંક્રમણને કારણ થઇ છે. 3 ઓગસ્ટ પછી દરરોજ થતા મૃત્યુમાં સૌથી ઓછો છે. આ પહેલા 3 ઓગસ્ટે પણ 776 લોકોનીં મૃત્યુ થઇ હતી. દુનિયા ભરમાં કોરોનાવાયરસ સંક્રમણને કારણે થતાં મૃત્યુની સંખ્યા 10 લાખ સુધી પહોંચી ગઈ છે.


કોરોનાવાયરસ સંક્રમણ શરૂ થવા પર ભારતમાં 110 દિવસમાં 1 લાખ કેસ થયા હતા. પરંતુ આ પછી, માત્ર 59 દિવસમાં 10 લાખ કેસ વધ્યા છે. જ્યારે માત્ર 10 લાખથી 20 લાખ કેસ માત્ર 21 દિવસમાં થયા હતા. આ પછી માત્ર 16 દિવસમાં આ આંકડો 30 લાખ સુધી પહોંચી ગયો. ત્યારબાદ 13 દિવસમાં 10 લાખ કેસ વધ્યા અને આ આંકડો 40 લાખ થઈ ગયો. આ પછી 11 દિવસમાં આંકડો 50 લાખ અને 12 દિવસમાં 60 લાખ પર પહોંચી ગઇ છે.