Coronavirus India News: સંક્રમિતોની સંખ્યા 53 લાખ પહોચી ગયું, એક દિવસમાં 93,337 નવા કેસ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 10:33  |  સ્ત્રોત : Moneycontrol.com

દેશમાં કોરોનાવાયરસ (Covid-19) સંક્રમિતોની સંખ્યા વધીને 53 લાખના આંકડાને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93,337 નવા કેસ સામે આવ્યા છે. આ સમય દરમિયાન 1247 લોકોની આ સંક્રમણથી મૃત્યુ થઇ ગઇ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું કે દેશમાં હજી સુધી સંક્રમિતોની સંખ્યા 53,08,015 છે. તેમાંથી 10,13,964 કેસ એક્ટિવ છે જ્યારે 42,08,432 લોકો સાજા થઇ ગઇ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું કે 18 સપ્ટેમ્બર સુધીમાં 8,81,911 ટેસ્ટ થઇ છે જ્યારે અત્યાર સુધીમાં 6,24,54,254 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 21,656 નવા કેસ નોંધાયા છે. જો કે, શુક્રવારે 22,078 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને 405 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા વધીને 11,67,496 પર પહોંચી ગઇ છે. આ માંથી 8,34,432 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 31,791 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસનીં સંખ્યા 3,00,887 છે.


દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 2,38,828 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 4127 નવા કેસ સામે આવ્યા છે જ્યારે શુક્રવારે 30 લોકોમીં મૃત્યુ થઇ ગઇ છે. દિલ્હીમાં હાલમાં એક્ટિવ કેસ 32,250 છે અને 2,01,671 લોકો આ રોગથી સ્વસ્થ્ય થયા છે. દિલ્હી સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 4907 લોકોની મૃત્યુ થઇ ગઇ છે.