Coronavirus Updates: આવનાર 8 દિવસોમાં 3 લાખ સુધી પહોંચી શકે છે કોરોનાવાયરસ સંક્રમણના કેસ

ના રોજ પ્રકાશિત Sat, 06, 2020 પર 12:12  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં કોરોનાવાયરસના કેસ વધીને 2.36 લાખ પહોંચી ગયા છે. હેલ્થ મિનિસ્ટ્રીના મુજબ, છેલ્લા 24 કલાકોમાં દેશ ભરથી 9887 કેસ સામે આવ્યા છે. દેશમાં હવે સંક્રમિતોની કુલ સંખ્યા 2,36,657 પહોંચી ગઈ છે. તેની સાથે સંક્રમિતોના કેસમાં ભારત ઈટલીને પાછળ છોડીને છઠા  નબંર પર આવી ગયુ. છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે કેસ તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશથી આવ્યા છે.

આ દરમ્યાન આ મહામારીથી થયેલી મૃત્યુનો આંકડો પણ સૌથી વધારે છે. શુક્રવારના એક દિવસમાં 294 લોકોની મૃત્યુ થઈ છે. એકલા મહારાષ્ટ્રમાં 139 લોકો આ મહામારીના શિકાર થયા છે. જ્યારે દિલ્હીમાં 58 લોકોની મૃત્યુ થઈ છે. દેશમાં હજુ 1,15,942 એક્ટવિસ કેસ છે. અત્યાર સુધી 1.14 લાખ લોકો આ બીમારીથી સ્વસ્થ થઈ ગયા છે.

આ સપ્તાહમાં કોરોના વાયરસ સંક્રમણ વધવાનો ગ્રોથ 19 ટકા રહ્યો. છેલ્લા 17 દિવસોમાં દેશમાં થવા વાળો મૃત્યુનો આંકડો ડબલ થઈ ગયો છે. જ્યારે, સંક્રમણના કેસોની વાત કરીએ તો છેલ્લા 15 દિવસોમાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે. આ રફ્તારને જોતા શક્ય છે કે આવનાર 8 દિવસોમાં કોરોનાવાયરસ સંક્રમિતોની સંખ્યા 3 લાખ ની નજીક પહોંચી જશે.

ભારતામાં કોરનાવાયરસ સંક્રમણની સંખ્યા ડબલ થવાની સ્પીડ ભલે જ ઓછી છે પરંતુ નવા કેસ અને મરવા વાળાની સંખ્યા કેટલાક બીજા દેશોના મુકાબલે વધારે છે. જે દેશોમાં અત્યાર સુધી કોરોનાના લીધેથી 4000 થી વધારે લોકોની મૃત્યુ થઈ ગઈ છે તેમાંથી ભારતની સ્થિતિ સૌથી ખરાબ છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં નવા કેસ અને મહામારીથી મરવા વાળાની સંખ્યામાં તેજીથી વધારો થયો છે.

જો અમે મરવા વાળાના લોકોના આંકડા જોઈએ તો છેલ્લા એક સપ્તાહમાં તેનો ગ્રોથ 18 ટકા રહ્યો. આ મહામારીથી મરવા વાળા લોકોના ગ્રોથના હિસાબથી જોઈએ તો ભારત દુનિયામાં 12 મા સ્થાને છે.