Coronavirus Live Update: એક દિવસમાં 10,064 નવા કેસ, અત્યાર સુધીમાં એક લાખ 52 હજારથી વધુ લોકોની થઇ મૃત્યુ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 11:45  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોનાવાયરસ (Coronavirus)નો પ્રકોપ દુનિયાભરમાં ચાલુ છે. ભારતની બે વેક્સીન (Corona Vaccine) આ સમયે બજારમાં છે અને દેશભરમાં વેક્સીનેશન ડ્રાઇવ (Vaccination Drive) ચલાવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના બુલેટિન અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં Covid-19 ના 10,064 નવા કેસ સામે આવ્યો છે. આ સાથે પૉઝિટિવ કેસોની સંખ્યા 1,05,81,837 પર પહોંચી ગઈ છે. ત્યારે 137 નવી મૃત્યુ પછી, કુલ મૃત્યુની સંખ્યા 1,52,556 થઈ ગઈ છે.


હવે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 2,00,528 છે અને કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1,02,28,753 છે. આ ઉપરાંત, ભારતીય મેડિકલ અનુસંશોધન પરિષદ (ICMR)એ જણાવ્યું હતું કે ભરતમાં ગઈકાલે (18 જાન્યુઆરી) સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 18,78,02,827 નમૂનાઓ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 7,09,791 નમૂનાઓનું ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યું હતું.


ત્યારે સોમવારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરની શાળાની છાત્રાલયમાં રેન્ડમ ટેસ્ટિંગ દરમિયાન ધોરણ 10 અને 12 ના ઓછામાં ઓછા 11 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત લાગ્યો હતો. શાળાના શૂરૂ થવાના પહેલા દિવસે અહીં વિદ્યાર્થીઓની કોરોના ટેસ્ટ કરાઈ હતી.


કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર સોમવારે 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1,48,266 લાભાર્થીઓને Covid-19ની વેક્સીન આપવામાં આવી છે. આ સાથે સોમવાર સુધી રસીકરણ બાદ સાઇડઇફેક્ટના 580 કેસ સામે આવ્યા છે.


Covaxin કોણ લેવું જોઈએ અને કોણ નહીં?


વેક્સીનેશન કાર્યક્રમમાં શામિલ ભારત બાયોટેકે એક ફેક્ટ શીટ બહાર પાડી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોણ વેક્સીન લેવી જોઈએ અને કોને નહીં. ભારત બાયોટેકની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલ ફેક્ટ શીટ મુજબ, આ સલાહ આપવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને એલર્જી, તાવ અથવા બ્લીડિંગ ડિસઑર્ડર હોય અથવા લોહી પાતળું હોય તો તે વેક્સીન ન લેવી જોઈએ. સાથે જ આ પણ કહેવામાં આવ્યું છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ કોવોક્સિન લેવાનું ટાળવું જોઈએ. કંપનીએ કહ્યું કે જે લોકો ઇમ્યૂન સિસ્ટમ માટે બિજી દવા લઇ રહ્યા છે અથવા જેમણે કોઇ બીજા Covid-19 વેક્સીન લીધી છે, તેમણે પણ ભારત બાયોટેક દવા ન લેવી જોઈએ.