Coronavirus: ઑડિશામાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધ્યુ, સ્કૂલ-કૉલેજ 17 જૂન સુધી બંધ રહેશે

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 13:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ઓડિશાના સીએમ નવીન પટનાયકે આજે એટલે કે 9 એપ્રિલના જાહેરાત કરી કે રાજ્યમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. પટનાયકનું કહેવુ છે કે 14 એપ્રિલ સુધી જે લૉકડાઉન છે રાજ્ય તેને વધારીને 30 એપ્રિલ કરી રહ્યુ છે. પરંતુ સ્કૂલ-કૉલેજ 17 જૂન સુધી બંધ રહેશે.

નવીન પટનાયકે વીડિયો કૉન્ફ્રેંસિંગના દ્વારા કેબિનેટ મીટિંગ કર્યાની બાદ આ નિર્ણય લીધો. બેઠકની બાદ આ વીડિયો મીડિયામાં રિલીઝ કરવામાં આવ્યો છે. નવીન પટનાયકે કહ્યુ કે, "આજે રાજ્યના કેબિનેટની જે બેઠક થઈ તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે લોકોના જીવ બચાવવા અમારૂ પહેલુ કામ છે. એટલા માટે અમે લોકોએ લૉકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનું નક્કી કર્યુ છે.

નવીન પટનાયકે કેન્દ્રને આગ્રહ કર્યો છે કે તે હાલમાં ટ્રેન અને પ્લેનની સર્વિસ શરૂ ના કરે. કેન્દ્ર સરકાર પણ લૉકડાઉન વધારવા પર વિચાર કરી રહી છે પરંતુ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નવીન પટનાયકે વીડિયોમાં રાજ્યના 4.5 કરોડ જનતાના સપોર્ટ માટે ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યુ કે અનુશાસનના લીધેથી જ ઓડિશામાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ઓછા છે.

ઑડિશામાં 15 માર્ચથી અત્યાર સુધી કોરોનાવાયરસ સંક્રમણના 42 કેસ સામે આવ્યા છે. 15 માર્ચના ઓડિશામાં પહેલો કેસ સામે આવ્યો હતો. આ દરમ્યાન સુપરપાવર અમેરિકામાં કોરોનાવાયરસના કેસ 3000 થી વધીને 4 લાખ પહોંચી ગયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી થયેલા મૃત્યુ 9/11 ના આંતકી હમલાથી પણ વધારે થઈ ચુકી છે. નવીને કહ્યુ કે તેની બાવજૂદ તે લૉકડાઉન નથી કરી રહ્યા.

નવીન પટનાયકે કહ્યુ કે ખેતીથી જોડાયેલા કામ, મનરેગા અને એનિમલ હસબેંડ્રીના કામ સોશલ ડિસ્ટેંસિંગને ધ્યાનમાં રાખીને કરી શકે છે. તેમણે કહ્યુ કે અમે કોરોનાવાયરસ સંક્રમણનો ટેસ્ટ વધારવાની દરેક કોશિશ કરશુ.