Coronavirus Update: વેક્સીન ન મળે તો 2021 સુધી ભારતમાં દરરોજ 2.87 લાખ કેસ આવશે

ના રોજ પ્રકાશિત Wed, 08, 2020 પર 15:41  |  સ્ત્રોત : Moneycontrol.com

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ( Massachusetts Institute of Technology-MIT)ના રિસર્ચર અનુસાર, Covid-19નો સૌથી ખારબ તબક્કો આવવાનો બાકી છે. રિસર્ચે કહ્યું છે કે જો કોઈ કોરોનાવાયરસની દવા અને વેક્સિન નહીં બની તો ઇન્ડિયામાં કોરોના ના કેસમાં ભારી ઝડપ આપી શકે છે. સ્ટડી મુજબ, ભારત કોરોનાવાયરસ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની શકે છે. એટલું જ નહીં 2021 ની શિયાળા સુધી ભારતમાં દરરોજ 2.87 લાખ કેસ આવી શકે છે.


MITનો આ સ્ટડી અમેરિકાના સ્લોએન સ્કૂલ ઑફ મેનેજમેન્ટના હાજીર રહમાનદાદ, TY લિમ અને ઝોન સ્ટરમેન દ્વારા કરવામાં આવ્યો છે. તેમની સ્ટડી મુજબ, 2021 ની શિયાળા સુધી અમેરિકામાં દરરોજ 95,400 કેસ થઈ શકે છે. દક્ષિણ આફ્રિકામાં 20,600, ઈરાનમાં 17,000, ઇન્ડોનેશિયામાં 13,200, UKમાં 4200, નાઇજીરીયામાં 4000, તુર્કીમાં 4,000, ફ્રાન્સમાં 3300 અને જર્મનીમાં 3000 કેસ આવી શકે છે.


લાઇવ મિન્ટ અનુસાર, આ સ્ટડીનું માનો તો 2021 ની શિયાળા સુધીમાં વિશ્વભરમાં 24.9 કરોડ લોકોને કોરોનાવાયરસ રોગચાળોનો સંક્રમિત થઇ શકે છે. જ્યારે 17.5 લાખ લોકોની મૃત્યુ થઇ શકે છે.