Coronavirus Updates: એક દિવસમાં સંક્રમણના 35,662 નવા કેસ રિકવરી રેટ 97.65% ને પાર

દેશમાં છેલ્લા 24 કલાકમાં 33,798 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે.
ના રોજ પ્રકાશિત Sat, 18, 2021 પર 11:43  |  સ્ત્રોત : Moneycontrol.com

Coronavirus Updates: દેશમાં આજે નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં આજે મામૂલી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 35,662 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે 34,403 નવા કેસ સામે આવ્યા હતા.


હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 33,798 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 97.65 ટકા સુધી પહોંચી ગયો છે. ભારતમાં એક દિનસમાં 17 સપ્ટેમ્બરે સંજે 9:30 વાગ્યા સુધી કોરોના વાયરસ વેક્સિનના 2.25 કરોડથી વધુ ડોઝ એક દિવસમાં આપવામાં આવ્યા છે.


ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research-ICMR) અનુસાર, 17 સપ્ટેમ્બર સુધી કુલ 55,07,80,273 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 14 સપ્ટેમ્બરે 14,48,833 નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


કેરળની સ્થિતિ


કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20,388 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 131 દર્દીઓની મૃત્યુ થઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,88,926 છે. અત્યાર સુધીમાં કુલ 42,56,697 દર્દીઓ સાજા થયા છે અને કુલ 23,296 દર્દીઓની મૃત્યુ થયા છે.


દિલ્હી


દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 33 નવા કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 55 દર્દીઓ સાજા થયા છે અને આ દરમિયાન કોવિડ-19 ને કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 407 છે.