Corona Vaccine: આ લોકો ના લે ભારત બાયોટેકની Covaxin, વાંચો કંપની તરફથી આપેલ ફેક્ટ શીટ

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 15:32  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારત બાયોટેક (Bharat Biotech) એ મંગળવારના પોતાની કોરોના વેક્સીન Covaxin ને લઈને એક ફેક્ટ શીટ રજુ કરી છે, જેમાં બતાવામાં આવ્યુ છે કે કોવાક્સિન ક્યા લોકોને આપવામાં આવી શકે છે અને ક્યા લોકોને રસી નહીં લગાવી શકાય. તેના સિવાય કેન્દ્ર સરકારની તરફથી કંપનીને વેક્સીનની અને 45 લાખ ડોઝ માટે એક આશય પત્ર (letter of comfort) મળ્યો છે.

ખરેખર, વેક્સીનેશન પ્રોગ્રામમાં સામેલ ભારત બાયોટેક એ પોતાની આધિકારિક વેબસાઈટ પર એક ફેક્ટ શીટ રજુ કરી છે, જેમાં એ બતાવામાં આવી રહ્યુ છે કે કોને વેક્સીન લેવી જોઈએ અને કોને નહીં. ભારત બાયોટેકની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી ફેક્ટ શીટના અનુસાર, આ સલાહ આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિને એલર્જી, તાવ કે બ્લીડિંગ ડિસઑર્ડર હોય કે લોહી પાતળુ હોય તો તે વેક્સીન નહીં લેવી પડે.

સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ કોવોક્સિન લેવાનું ટાળવું જોઈએ. કંપનીએ કહ્યું કે જે લોકો રોગપ્રતિકારક શક્તિ માટે અન્ય દવાઓ લઈ રહ્યા છે અથવા જેમણે કોઈ બીજી Covid-19 રસી લીધી છે તેમને પણ ભારત બાયોટેક દવા ન લેવી જોઈએ.

ત્યાં પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યુ છે કે ભારત બાયોટેકને Covid-19 ની પોતાની વેક્સીન Covaxin ના 45 લાખ અતિરિક્ત ડોઝ માટે કેન્દ્રથી આશય પત્ર મળ્યો છે. સૂત્રોએ જણાવ્યુ કે આ 45 લાખ ડોઝ માંથી 8 લાખથી વધારે ડોઝ મૉરીશસ, ફિલીપીંસ અને મ્યાંમાર, જેવા મિત્ર દેશોના સદ્ભાવનાની તરફથી ફ્રી આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીને કોવેક્સીનની અતિરિક્ત 45 લાખ ડોઝની સપ્લાઈ માટે હાલમાં આશય પત્ર આપવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે જ્યારે મંત્રાલય કંપનીને ઑર્ડર આપશે, ત્યારે ડોઝ પૂરા પાડવામાં આવશે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે તેણે ભારત સરકારને 16.5 લાખ ડોઝ દાન આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની તરફથી મળેલો પુરવઠો સરકારના આદેશ પર આધારીત છે.