Covid-19: સરકારી ડિફેન્સ કંપની HALના 12 કર્મચારીઓમાં કોરોનાની પુષ્ટિ, 1 ની મૃત્યુ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 15:51  |  સ્ત્રોત : Moneycontrol.com

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના 12 કર્મચારીઓમાં કોરોનાવાયરસ (Covid-19)ની પુષ્ટિ થઈ છે. આ તમામ કર્મચારીઓની કોરોના તપાસ માટે કરવામાં આવી હતી, જેમાં તમામ પૉઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એક કર્મચારીએ કોરોનામાં દમ તોડી દીધો હતો. એચએએલના પ્રવક્તા ગોપાલ સુતરે તેની પુષ્ટિ કરી છે. ગોપાલ સુતરે કહ્યું છે કે, HALના 12 કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરાઈ હતી, જે પૉઝિટીવ મળી આવ્યા હતા, જ્યારે એક કર્મચારીની મૃત્યુ થઇ ગઇ હતી. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે તમામ સાવચેતીનાં પગલાં લઈ રહી છે અને તેના કર્મચારીઓની શિફ્ટમાં કામ કરવાની સાથે 100 ટકા કર્મચારીઓની ક્ષમતા પર પરિયાલન જારી છે.


Covid-19 વૈશ્વિક રોગચાળા અને લોકડાઉનથી સરકારી રક્ષા ઉપક્રમ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં પુર્જાના ઉત્પાદનને અસર થઈ છે, જેના કારણે સશસ્ત્ર ટીમો જુના થઇ રહ્યા ચિતા હેલિકોપ્ટર્સનો ઉપયોગ ફક્ત જરૂરી જાળવણી અને કામગીરીની જરૂરતો માટે કરી રહી છે. કંપનીએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે અને દળોને કહેવામાં આવ્યું છે કે આ અછત ત્રણ મહિના સુધી ટકી શકે છે.


દેશમાં Covid-19ની ભયાનક સ્થિતિ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના સર્વાધિક 24,879 નવા કેસ સામે આવ્યા છે અને તથા 487 સંક્રમિત લોકોની મૃત્યુ થઇ ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અન્ડ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ગુરુવારે જારી કરેલા આંકડા મુજબ, દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 24,879 નવા કેસ સામે આવ્યા છે, જેમાં સંક્રમિતોની સંખ્યા 7,67,296 થઈ ગઇ છે. આ સમયગાળા દરમિયાન 487 લોકોની મૃત્યુ થી મૃત્યુની સંખ્યા વધીને 21,129 થઈ ગઈ છે.