Covid-19 ની દવા ઓક્ટોબર સુધી આવી સકે છે, ફાઈઝરના CEO નો દાવો

ના રોજ પ્રકાશિત Fri, 29, 2020 પર 17:16  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકી દવા કંપની ફાઈઝરનું માનવુ છે કે Covid-19 મહામારીના ઈલાજની દવા આ વર્ષ ઓક્ટોબર સુધી તૈયાર થઈ સકે  છે. કંપનીના સીઈઓ અલ્બર્ટ બૉરલના ટાઈમ્સ ઑફ ઈઝરાયલની સાથે વાતચીતમાં આ કહ્યુ.

બૉરલાના હવાલે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે, " જો વસ્તુ ઠીકથી ચાલી તો અમારી પાસે આ વાતનો પર્યાપ્ત પુરાવો છે કે વર્ષ ઓક્ટોબરના અંત સુધી કોરોનાવાયરસની દવા હશે."

ફાઈઝર જર્મનીની કંપની બાયોનટેકની સાથે મળીને યૂરોપ અને અમેરિકામાં દવા બનાવા પર કામ કરી રહી છે. કોરોનાવાયરસની દવા બનાવામાં જોડાયેલી એક વધુ કંપનીએ પણ ભરોસો જતાવ્યો છે કે આ વર્ષના અંત સુધી Covid-19 ની દવા બજારમાં આવી જશે. આ કંપની છે એસ્ટ્રોજેનેકા. આ યૂનિવર્સિટી ઑફ ઑક્સફોર્ડની સાથે મળીને વેક્સીન બનાવા પર કામ કરી રહ્યા છે. એસ્ટ્રેજેનેકાના બૉસનું કહેવુ છે કે 2020 ના અંત સુધી આ મહામારીની દવા બજારમાં આવશે.

એસ્ટ્રેજેનેકાના હેડ પાસ્કલ સૉરિએટે કહ્યુ, "ઘણા લોકોને ઉમ્મીદ છે કે તેની પાસે દવા હોય. આ વર્ષના અંત સુધી દવા હશે." જો કે તેમણે એ પણ કહ્યુ કે દવા ગોતવાના કારણેથી સમય તેજીથી નીકળી રહ્યુ છે.

આ રિપોર્ટના મુજબ, દુનિયા ભરના 100 થી વધારે લેબ કોરોના વાયરસની દવા તૈયાર કરવામાં લાગેલા છે. તેમાંથી 10 લેબ પોતાની દવાના ક્લીનિકલ ટ્રાયલ કરી રહ્યા છે. આ મહામારીના લીધેથી દુનિયાભરમાં 3.58 લાખથી વધારે લોકોની મૃત્યુ થઈ ચુકી છે જ્યારે 50 લાખથી વધારે લોકો સંક્રમિત છે.