Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે મિશ્ર વલણ છે. વૈશ્વિક સ્તર પર ક્રિપ્ટો માર્કેટ કેપમાં ઘટાડો થયો છે પરંતુ તે હજુ પણ 1 ટ્રિલિયન ડૉલરની પાર છે. સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઈન (BitCoin)ની વાત કરીએ તો તે નબળો થઈને 23 હજાર ડૉલરની નીચે આવી ગયો છે. માર્કેટ કેપ મુજબથી ટૉપ-10 ક્રિપ્ટોમાં સૌથી વધુ ઝડપ આજે પૉલિગૉન (Polygon)માં છે અને આ 8 ટકાથી વધું મજબૂત થયો છે. બાકી ક્રિપ્ટોમાં 1 ટકાથી ઓછો ઉતાર-ચઢાવ છે. એક બિટકૉઈન હવે 0.13 ટકા ઘટાડા સાથે 22,961.83 ડૉલર (18.72 લાખ રૂપિયા)ના બાવ (Bitcoin Price)માં મળી રહ્યા છે.
જ્યારે બીજા સૌથી મોટા ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ દોઢી ટકાથી વધુ નબળો થઈને 1600 ડૉલરની નીચે લપસી ગયો છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક માર્કેટ કેપમાં 0.19 ટકાનો ઘટાડો આવ્યો છે અને આ 1.40 લાખ કરોડ ડૉલગ (84.79 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.
વિકલી માત્ર એક ક્રિપ્ટો રેડ ઝોનમાં
માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં માત્ર બે ક્રિપ્ટો- યૂએસડી કૉઈન (USD Coin) અને બાઈનેન્સ યૂએસડી (Binance USD) રેડ ઝોનમાં છે. જો કે આ પણ લગભગ ફ્લેટ ભાવ પર છે. સાત દિવસોમાં સૌથી વધુ પૉલીગૉન (Polygon), 14 ટકાથી વધુ મજબૂત થયા છે. ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો એખ સપ્તાહમાં બિટકૉઈન લગભગ 9 ટકા મજબૂત થયો છે તો ઈથેરિયમમાં પણ દોઢ ટકાથી વધુ ઉછાળો થયો છે.
ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ
ક્રિપ્ટો | હાલના ભાવ | 24 કલાકમાં ઉતાર-ચઢાવ |
બિટકોઈન (Bitcoin) | 22,961.83 ડોલર | (-)0.13 ટકા |
એથેરિયમ (Ethereum) | 1,579.68 ડોલર | (-)1.66 ટકા |
ટેથર (Tether) | 1.0 ડોલર | 0.01 ટકા |
બીએનબી (BNB) | 305.20 ડોલર | 0.14 ટકા |
યૂએસડી કૉઇન (USD Coin) | 0.9999 ડૉલર | (-)0.01 ટકા |
એક્સઆરપી (XRP) | 0.409 ડોલર | (-)0.72 ટકા |
બિનાંસે યુએસડી (Binance USD) | 0.9996 ડોલર | (-)0.05 ટકા |
ડૉજકૉઈન (Dogecoin) | 0.08572 ડોલર | (-)0.50 ટકા |
કાર્ડાનો (Cardano) | 0.378 9 ડોલર | 0.85 ટકા |
પૉલીગૉન (Polygon) | 1.08 ડોલર | 8.19 ટકા |
સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે
ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં ઘટાડો
છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં ઘટાડો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 5443 કરોડ ડોલર (4.44 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 13.32 ટકા ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.05 ટકા મજબૂત થયું છે અને ક્રિપ્ટો બજારમાં તેની 42.36 ટકાની હિસ્સેદારી છે.