દિલ્હી-દહેરાદૂનનો પ્રવાસ સરળ બનશે. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ આ જાણકારી આપી છે. આ હાઈવેના નિર્માણ બાદ દિલ્હીથી દેહરાદૂન જવા માટે માત્ર 2 કલાકનો સમય લાગશે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ કરીને એક્સપ્રેસ વે પર ફોકસ વધ્યું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. તેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યું છે. દિલ્હી-લાલસોટ (રાજસ્થાન)નો આ તબક્કો શરૂ થતાં, દિલ્હીથી જયપુરની મુસાફરી સરળ બની છે.