Delhi: LGએ વધારી પોલીસ કમિશનરની શક્તિ, હવે NSAના હેઠળ કોઈની પણ કસ્ટડી લેવાનો અધિકાર

Delhi NSA: દિલ્હી પોલીસ કમિશનર 18 ઑક્ટોબર સુધી NSA હેઠળ સત્તાનો ઉપયોગ કરી શકે છે.
ના રોજ પ્રકાશિત Sat, 24, 2021 પર 14:19  |  સ્ત્રોત : Moneycontrol.com

દિલ્હી (Delhi)ના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ (Anil Baijal)એ દિલ્હી પોલીસ (Delhi police) કમિશનરની શક્તિઓમાં વધારો કર્યો છે. LGએ એક નોટિફિકેશન કરી પોલીસ કમિશનરને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કોઈપણ કસ્ટડી લેવા માટે અધિકાર આપ્યું છે. પોલીસ કમિશનર 18 ઓક્ટોબર સુધી આ શક્તિનો ઉપયોગ કરી શકે છે.


નોટિફિકેસનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા કાયદા, 1980 ની કલમ 2 હેઠળ આપવામાં આવેલી શક્તિનો ઉપયોગ કરતા લેફ્ટનન્ટ ગવર્નરે નિર્દેશ આપ્યો છે કે, 19 મી જુલાઈથી 18 ઑક્ટોબર દરમિયાન દિલ્હી પોલીસ કમિશનર કસ્ટડીમાં લાવાના અધિકારનો ઉપયોગ કરી શકે છે.


આ પગલું સ્વતંત્રતા દિવસ પહેલા લેવામાં આવ્યું હતું, જ્યારે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સેન્ટ્રલ દિલ્હીના જંતર મંતર પર કિસાન સંસદનું આયોજન કરી રહ્યા છે.


જો અધિકારીઓને લાગે કે કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની કાયદો વ્યવસ્થા માટે ખતરો છે, તો NSA તે વ્યક્તિને મહિનાઓ સુધી કસ્ટડીમાં રાખવાની અનુમતિ આપે છે. તેમાં વ્યક્તિને 10 દિવસોની અંદર તેના પર લગાવામાં આવેલા આરોપોના વિષયમાં સૂચિત કરવા માટે જરૂરત નથી.


જ્યારે દિલ્હી પોલીસે કહ્યું કે આ નિયમિત આદેશ છે અને નિયમિત જારી કરવામાં આવે છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના વિરોધ દરમિયાન ત્રણ મહિના માટે સમાન આદેશો પસાર કરવામાં આવ્યા હતા.


તેવી જ રીતે, ઑગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ કરવા અને તાત્કાલીન રાજ્યના વિભાજન પછી NSAને જમ્મુ-કાશ્મીરમાં પણ વધાર્યો હતો. આ અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમના આધાર પર સુરક્ષા બલ ઘટીમાં કોઇ પણ કસ્ટડીમાં લઇ શકો છો.


ખેડૂત સંસદ


ભારે સુરક્ષા વચ્ચે 200 ખેડુતોના એક ગ્રુપે ગુરુવારે જંતર-મંતર પર કિસાન સંસદ શરૂ કર્યો, જ્યાં સંસદથી થોડી મીટરની દૂરી પર છે, જ્યા ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે.


ખેડુતોએ કહ્યું કે સંસદ આયોજિત કર્યા પાછળનો વિચાર એ દાખાડવું હતું કે તેમનું આંદોલન હજી પણ જીવંત છે અને કેન્દ્રને કહેવું કે તેઓ પણ સંસદનો ચલાવવું તે જાણે છે.