Delhi Rape Case: 12 વર્ષની બાળકીની સાથે "નિર્ભયા" જેવી હેવાનિયત, આરોપીએ માસૂમ પર કાતરથી કર્યા વાર

ના રોજ પ્રકાશિત Fri, 07, 2020 પર 12:52  |  સ્ત્રોત : Moneycontrol.com

દિલ્હીના પીરાગઢ઼ી (peeragarhi) માં હૈવાનિયતની શિકાર 12 વર્ષની માસૂમ બાળકી (12 Year girl brutally raped in peera garhi) એમ્સ હોસ્પિટલમાં જિંદગી અને મૃત્યુની વચ્ચે જંગ લડી રહી છે. તેની હાલાત નાજુક બની ગઈ છે. એમ્સના ડૉક્ટર તેના જીવ બચાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી બે સર્જરી થઈ ગઈ છે અને ત્રીજી સર્જરીની તૈયારી છે. એમ્સના ડૉક્ટરોનું કહેવુ છે કે હજુ બાળકીની સ્થિતિના વિષે કંઈ પણ કહેવુ મુશ્કિલ છે. ડૉક્ટરોના અનુસાર, આવતા 24 થી 48 કલાક બાળકીની જિંદગી માટે ઘણો મહત્વ છે.

આરોપિયોએ આ બાળકીની સાથે જેવી હેવાનિયત દેખાડી છે, તેના "નિર્ભયા" હાદસાની યાદ તાજા કરી દીધી છે. લોકો આ કેસને નિર્ભાયા 2.0 કહી રહ્યા છે. બાળકીના પૂરા શરીરમાં ઈજાના ગંભીર નિશાન છે. તેને તેના અંગત અંગો તેમજ પેટમાં આંતરડાના ઘાના ઉંડા ઘા છે. માથા અને હિપ્સના હાડકાંમાં ફ્રેક્ચર છે. આરોપીએ તેના ઉપર કાતરથી અનેક હુમલો કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્દોષ યુવતી બેભાન થાય ત્યાં સુધી આરોપી સામે  મુકાબલો કરતી રહી. ઓરડામાં લોહી વહેલુ હતું અને નજીકમાં પડેલી કાતર તેની તરફ ઈશારો કરી રહ્યા છે.

ત્રીજી સર્જરીની તૈયારી

મંગળવારની રાત્રે બાળકને સંજય ગાંધી હોસ્પિટલથી એમ્સ લાવવામાં આવી હતી. તે રાતે પહેલી સર્જરી તેના માથાની થઈ. બાળકીના આતરડામાં પણ ફેક્ચર હતુ, જેની સર્જરી બુધવારના થઈ. તેની હેડ ઈંજરી હજુ પણ ગંભીર છે, હવે વધુ શસ્ત્રક્રિયાની અપેક્ષા રાખી શકાય છે. ત્રીજી સર્જરી જલ્દી જ થઈ શકે છે. બાળકી હજુ પણ ICU માં છે. જો કે, તે જાતે શ્વાસ લેવામાં સક્ષમ છે. ડૉક્ટરોના મુજબ, એક-બે દિવસ બાદ જ તેની સેહતના વિશે કોઈ આકારણી શક્ય બનશે.

રેપના આરોપીઓની ઘડપકડ

પોલિસે હત્યાની કોશિશ અને પૉક્સો એક્ટ (POCSO act) ની હેઠળ કેસ દર્જ કર્યો છે. બાળકીની સાથએ ગેંગરેપ થયો છે કે નહીં, તે મેડિકલ રિપોર્ટની બાદ જ ખુલાસો થઈ શકશે. પોલિસે ગુરૂવાર મોડી સાંજે એક આરોપીને પકડવાનો દાવો કર્યો છે. પોલિસની માનીએ તો આરોપી ડ્રગ એડિક્ટ છે. તેના પર પહેલાથી ચોરી અન્ય અપરાધિક મકદમો દર્જ છે. પોલિસના આરોપીના બારામાં સીસીટીવી કેમેરાથી સુરાગ હાથ લગાવ્યો હતો. ઘરપક્ડમાં આવેલો આરોપી પહેલા પણ આપરાધિક વારદાતમાં જેલ જઈ ચુક્યો છે. હાલમાં જ તે જેલથી બહાર આવ્યો હતો.