DRDO Anti-Covid-Drug 2DG: દવાની કિંમત, ડોઝ અને તે કેવી રીતે કરે છે કામ, જાણો બધી મહત્વપૂર્ણ જાણકારીયો

DRDOની એન્ટી-Covid-દવા 2-DG હોસ્પિટલમાં દાખલ Covid-19 દર્દીઓની ઝડપી રિકવરીમાં મદદ કરે છે.
ના રોજ પ્રકાશિત Mon, 17, 2021 પર 17:17  |  સ્ત્રોત : Moneycontrol.com

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ કોરોનાવાયરસ (coronavirus)ના દર્દીઓ માટે DRDOની એન્ટિ Covid દવા 2DGની પ્રથમ બેચ લૉન્ચ કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન અને AIIMSના ડાયરેક્ટર ડો. રનદીપ ગુલેરિયા પણ હાજર રહ્યા હતા. 2DG પહેલી એવી દવા છે, જેને એન્ટિ-Covid દવા કહ્યું છે.


DCGIએ છેલ્લા સપ્તાહ આ દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. આ મહામારી સામેની લડતમાં આ દવાને એક ગેમ-ચેન્જર તરીકે જોવામાં આવે છે, કારણ કે તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપથી રિકવરીમાં મદદ કરે છે અને ઑક્સિજન સપોર્ટને પણ ઘટાડે છે.


જાણો 2-DG વિશે બધું


ઉત્પાદક: આ દવા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)ની પ્રયોગશાળા ઇંસ્ટીટ્યૂટ ઑફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS) દ્વારા વિકસાવવામાં આવી છે. હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડીની લેબોરેટરીઝ એક ભાગીદાર રહી છે અને જાહેર ઉપયોગ માટે દવાનું ઉત્પાદન કરી રહી છે.


દવા કેવી રીતે કરે છે કામ?


DRDO ચીફ જી. સતિષ રેડ્ડીએ કહ્યું કે આ દવા કોરોનાવાયરસથી સંક્રમિત શેલો પર સીધા કામ કરશે. શરીરની ઇમ્યૂન સિસ્ટમ કામ કરશે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ જશે. તે એક ગ્લુકોઝ એનાલૉગ છે, જે ગ્લુકોઝ જેવું લાગે છે, પરંતુ નથી. શરીરમાં ઝડપથી વિકસતા વાયરસને ઉર્જા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. આ પ્રકાર, વાયરસ આ ગ્લુકોઝ એનાલૉગ લેશે અને બેઅસર કરશે. દવા ત્યારે વાયરસ વધવાથી રોકશે.


ઑક્સિજન લેવલ ઘટવાથી કેવી રીતે સારવાર કરશે?


ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસના ડાયરેક્ટર, ડો. અનિલ મિશ્રાએ ઑલ ઈન્ડિયા રેડિયોને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે શરીરમાં વાયરસ ઝડપથી વધે છે, તેથી ઑક્સિજનની માંગ વધે છે. જો વાયરસ એકવાર વધવાનું બંધ થાય છે, તો ઑક્સિજનની માંગ વધી જતી રહી છે. જો વાયરસના એક વાર વધારથી રોકવામાં આવશે, તેથી ઑક્સિજનનો અભાવ આપમેળે સુધરે છે અને આ દવા વાયરસને વધતા અટકાવે છે.


દવાની કિંમત


INMASના વૈજ્ઞાનિક ડો.સુધીર ચંદનાએ જણાવ્યું છે કે દવાની કિંમત ડૉ રેડ્ડીઝની તરફથી તક્કી કર્યું છે, જે વેક્સીનનું ઉત્પાદન કર્યું છે. તેમણે કહ્યું કે કિફાયતી ભાવને ધ્યાનમાં રાખીને, દવાની કિંમત નક્કી કરવામાં આવશે.


દવાનો ડોઝ


સુધીર ચંદનાએ કહ્યું છે કે ગ્લુકોઝ પાવડરની જેમ આ દવા પાણી સાથે દિવસમાં બે વખત લઈ શકાય છે. એક Covid-19 દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે આ દવાને પાંચથી સાત દિવસો સુધી લેવાની જરૂર પડી શકે છે.