Serum Institute Fire: આગ પર કાબૂ મેળવવામાં લાગેલી ફાયર એંજીનની 10 ગાડીઓ, રસી મેન્યુફેક્ચરિંગ યૂનિટ સુરક્ષિત

મહારાષ્ટ્ર (Maharashtra) ના પુણેમાં સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII) ના ટર્મિનલ ગેટ 1 પર ભીષણ આગ લાગી ગઈ છે. આગ લાગવાના કારણોની હજુ ખબર નથી લગાવી શક્યા. પુણેના ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યુ કે આગ SII ની પાંચમી મંઝિલ પર લગી છે. મેયર મુરલીધર મોહોલે જણાવ્યુ કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર એંજીનની 10 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.
માહિતી અનુસાર, ટર્મિનલ ગેટ 1 ની અંદર સેઝ 3 બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે આગ છે. જ્યાં આગ લાગી તે સ્થળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે. રસી અને રસી ઉત્પાદન પ્લાન્ટ (Vaccine Manufacturing Unit) સુરક્ષિત છે.
ન્યૂઝ એજેન્સી ANI એ સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે સીરમ ઈંસ્ટીટ્યૂટમાં આગ લાગવાની ઘટના મંજરી પ્લાંટમાં થઈ અને તેનાથી વેક્સીનના ઉત્પાદન પર કોઈ પ્રભાવ નહીં પડે. જો કે, હજુ આ ઘટનામાં કોઈપણ રીતના જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી આવ્યા. ઘટના પર લગાતાર અપડેટ આવી રહ્યા છે.