Hurun Global Rich List 2021: ઝિરોધાના નિખિલ કામત અને ઇન્સ્ટાકાર્ટના અપુર્વા મહેતા ભારતના સૌથી યુવા અરબપતિ

Hurun Global Rich List 2021: આ લિસ્ટ મુજબ ગયા વર્ષે મુકેશ અંબાણીની વેલ્થ 24 ટકા વધીને 82 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. જો આપણે ભારતનો સૌથી યુવા અરબપતિની વાત કરીએ તો તેમાં ઇન્સ્ટાકાર્ટ (instacart)ના અપૂર્વ મહેતા અને ઝિરોધા (Zerodha)ના નિખિલ કામત છે. તેમની નેટ વર્થ 1.7 અરબ ડૉલર છે. બન્નાની ઉંમર 34 વર્ષ છે.
વૈશ્વિક ટ્રેન્ડની જેમ 2020 માં ભારતમાં અરબપતિઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં હવે 209 અરબપતિ છે જે એક વર્ષ પહેલા કરતા 50 વધારે છે.
Hurun Indiaના MD અને મુખ્ય રિસર્ચર અનુસ રહમાન જુનેદએ કહ્યું, ઇન્ડિયામાં વેલ્થ ક્રિએશનમાં સાઇક્લિકલ અથવા ટ્રેડિશનલ કરતા ટેક સેગમેન્ટનું યોગદાન વધારે છે.
દુનિયાભરમાં 3228 અરબપતિ છે. કોરોનાવાયરસ સંક્રમણ હોવા છતાં 2020માં 2019ની તુલના 414 વધુ અરબપતિ છે. તેમની કુલ સંપત્તિ 3.5 લાખ ડૉલર એટલે કે 32 ટકા વધીને 14.7 લાખ કરોડ ડૉલર પહોંચી ગઇ છે.
દુનિયાભરના અરબપતિઓની સંખ્યામાં એશિયાનો હિસ્સો 51 ટકા છે. જો વેલ્થની વાત કરીએ તો કુલ વેલ્થમાં એશિયાનું યોગદાન 45 ટકા છે.