Income Tax return 2020: FY 2019-2020 માટે ઈનકમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની ડેડલાઈન વધીને 30 નવેમ્બર થઈ

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 16:29  |  સ્ત્રોત : Moneycontrol.com

Income Tax return: ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (આયકર વિભાગ) એ શનિવારના ઈનકમ ટેક્સ રિર્ટન ફાઈલ કરવાની તારીખ વધારવાની જાહેરાત કરી છે. ફિસ્કલ વર્ષ 2019-2020 માટે હવે તમે 30 નવેમ્બર 2020 સુધી રિટર્ન ફાઈલ કરી સકો છો. તેની પહેલા આ તારીખ 31 જુલાઈ 2020 હતી. કોરોનાવાયરસ (Covid-19) સંક્રમણ અને લૉકડાઉનના લીધેથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આ નિર્ણય લીધો છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યુ છે, "વર્તમાન હાલાતને જોઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉમ્મીદ છે કે તેનાથી ટેક્સપેયર્સને રાહત મળશે. તે સારા ઢંગથી પ્લાન કરી શકશે."

તેની પહેલા ગુરૂવારના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ફિસ્કલ વર્ષ 2019-20 માટે ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટની તારીખ વધારીને 31 જુલાઈ કરી દીધી હતી. તેનો મતલબ છે કે ફાઈનાન્શિયલ વર્ષ 2020 ને વધારીને 31 જુલાઈ કરી દેવામાં આવી છે. એટલે તમે 31 જુલાઈ સુધી રોકાણ કરીને 30 નવેમ્બર સુધી રિર્ટન ફાઈલ કરી શકો છો.

ઈનકમ ટેક્સ રિટર્નમાં ટેક્સ છૂટ ક્લેમ કરવા માટે લાઈફ ઈંશ્યોરન્સ, પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS) જેવુ રોકાણ કરી શકે છે.

ઈનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટે ફિસ્કલ વર્ષ 2019-2020 માટે TDS/TCS સ્ટેટમેંટ્સ પૂરૂ કરવાની અંતિમ તારીખ પણ વધારીને 15 ઓગસ્ટ કરી દીધી છે.