Ind vs SI T20: ઑલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા આવ્યા Covid-19 પોઝિટિવ, બીજી T-20 મેચ સ્થગિત

ટીમના બાકીના સભ્યો Covid-19 ટેસ્ટ નેગેટિવ આવવા પર રહી, હવે મેચ બુધવારે (27 જુલાઈ)એ યોજવામાં આવશે.
ના રોજ પ્રકાશિત Tue, 27, 2021 પર 18:18  |  સ્ત્રોત : Moneycontrol.com

ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ક્રુનાલ પંડ્યા (Krunal Pandya) Covid-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 (India Sri Lanka T20) મૈચ, જે મંગળવારે 27 જુલાઈએ કોલંબોમાં રમવાનું હતું, સ્થગિત કરવનામાં આવ્યું છે. ટીમના બાકીના સભ્યોની ટેસ્ટ નેગેટિવ આવવા પર જ, હવે મેચ બુધવારે (27 જુલાઈ) એ થશે.


BCCIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રીલંકા અને ભારત વચ્ચે બીજી T-20 મેચ, જે મૂળ રૂપથી 27 જુલાઇએ રમાવાની હતી, તે એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે અને હવે તે 28 જુલાઈએ યોજાશે.


BCCIએ વધુમાં કહ્યું કે, મંગળવારે સવારે મેચ પહેલા કરવામાં આવ્યા ઝડપી એન્ટિજેન ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ક્રુનાલ પંડ્યા પૉઝિટિવ જોવા મળ્યા હતા. મેડિકલ ટીમોએ તેના કૉન્ટેક્સમાં આઠ સભ્યોની ઓળખ કરી છે. સ્કવાડમાં કોઇ અન્ય સંક્રમિત થવાની ખબર પડવા માટે આજે પૂરા દળના RT-PCR ટેસ્ટ કરવમાં આવી રહ્યું છે.


તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, રિપોર્ટ સાંજના 6 વાગ્યા સુધીમાં આવશે અને જો બધા નેગેટિવ જોવા મળે છે, તો જ બુધવારે મેચ યોજાશે. નજીકના સંપર્કમાં આવેલા આઠ વ્યક્તિઓમાંથી મોટાભાગના ખેલાડીઓ અને ક્વારન્ટાઇનમાં છે.