ભારતમાં જુલાઈમાં ગયા 32 લાખ લોકોની નોકરી, બેરોજગારીનો દર ઘટીને થયો 6.95 ટકા: CMIE Report

જુલાઈ 2021 માં પગારદાર લોકોની સંખ્યા 7.64 કરોડ હતી, જે જુલાઈ 2019 માં 8.6 કરોડ હતી.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 18:58  |  સ્ત્રોત : Moneycontrol.com

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી (CMIE)ના તાજેતરના આંકડા થી ખબરી પડી છે કે જુલાઇમાં ભારતમાં બેરોજગારીનો દર (unemployment Rate) ઘટીને ચાર મહિનાની નીચી સ્તર પર આવી ગયો હતો, પરંતુ આર્થિક ગતિવિધિયોમાં સુધારો થયો હોવા છતાં ઓછામાં ઓછા 32 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી.


આંકડાથી ખબર પડી છે કે જુલાઈ 2021 માં પગારદાર (પગાર પર નૌકરી કરવા વાળા કર્મચારી) લોકોની સંખ્યા 7.64 કરોડ હતી, જ્યારે જુલાઈ 2019 માં તે ઘટીને 8.6 કરોડ થઈ ગઈ છે.


મોટી વાત એ છે કે શહેરી બેરોજગારીનો દર જૂનમાં 10.07 ટકાથી ઘટીને જુલાઈમાં 8.3 ટકા થયો હોવા છતાં, નોકરી ગુમાવનારા પગારદાર લોકો 26 લાખ શહેરી હતા. આંકડામાં કહ્યું છે કે એપ્રિલમાં શહેરી બેરોજગારીનો દર 9.78 ટકા અને મે મહિનામાં 14.73 ટકા રહ્યો હતો.


જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર જૂનમાં 8.75 ટકાથી ઘટીને જુલાઈમાં 6.34 ટકા થયો છે. માર્ચ, એપ્રિલ અને મે માટે ગ્રામીણ બેરોજગારીનો દર અનુક્રમે 6.15 ટકા, 7.13 ટકા અને 10.63 ટકા હતો.


એક પૉઝિટીવ સંકેતમાં, ભારતનો બેરોજગારીનો દર જૂનના 9.17 ટકાના આંકડાથી જુલાઈમાં ઘટીને 6.95 ટકા થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચમાં દેશનો બેરોજગારી દર 6.5 ટકા હતો. એપ્રિલમાં તે વધીને 7.97 ટકા અને મે મહિનામાં વધીને 11.9 ટકા થયો હતો.


બીજી બાજુ નાના કારોબારીયો અને દૈનિક વેતન મજૂરોની સંખ્યા જુલાઈમાં વધીને 3.04 કરોડથી વધુ થઈ છે, જે જૂનના આંકડા કરતાં 24 લાખ વધારે છે. આ સાથે જુલાઈમાં 30 લાખ ખેડૂતો પણ જોડાયા છે.


આર્થિક સુધારના અન્ય સંકેતોમાં, ડીઝલ અને કારના વેચાણમાં વધારો સામેલ છે. સાથે જ GST કલેક્શન જુલાઇમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ ગયો હતું જ્યારે જૂનમાં 92,849 કરોડ હતું.


એના પહેલા આંતરરાષ્ટ્રીય મુદ્રા રોષ (IMF)એ 2021-22માં ભારતનો GDP 9.5 ટકાના દરે વધવાનો અનુમાન મૂક્યો હતો.