ટ્રંપના નિવેદન પર ભારતે Hydroxychloroquine ના નિકાસમાંથી આંશિક પ્રતિબંધ હટાવ્યો

ના રોજ પ્રકાશિત Tue, 07, 2020 પર 12:22  |  સ્ત્રોત : CNBC-Bajar

Hydroxychloroquine (હાઈડ્રોક્સીક્લોરોક્વીન) હાલ ભારત અને અમેરિકાની મિત્રતાની મહત્વની કડી બની ચુક્યુ છે. અમેરિકાએ ભારતને Hydroxychloroquine નો ઑર્ડર આપ્યો હતો. પરંતુ આ વચ્ચે કોરોનાવાયરસ સંક્રમણ વધવાના કારણે ભારતે Hydroxychloroquine ના નિકાસ પર પાબંદી લગાવી હતી. બીજી બાજુ અમેરિકામાં લગાતાર સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યુ છે અને દર દિવસે 500 થી 1000 લોકોની મૃત્યુ થઈ રહી છે. એવામાં અમેરિકી પ્રેસિડેંટ ડૉનલ્ડ ટ્રંપે કહ્યુ કે ભારતને તેનો ઑર્ડર પૂરો કરવો જોઈએ.

અમરિકાની જરૂરતોને જોતા મંગળવાર, 7 એપ્રિલના ભારત સરકારે Hydroxychloroquine થી નિકાસની પાબંદી હટાવાનો નિર્ણય કર્યો છે. હાલ Hydroxychloroquine નુ મહત્વ એટલે વધારે છે કારણ કે આ દવાનો ઉપયોગ COVID-19 ની સામે કરવામાં આવી રહ્યો છે.

સરકારે કહ્યુ છે કે માનવતાના આધાર પર Hydroxychloroquine ના બધા ઑર્ડર પૂરા કરવામાં આવશે. Hydroxychloroquine ની નિકાસ પર હવે આ પાબંદી નથી પરંતુ કડક જરૂર છે એટલે કે દેશમાં તેની જરૂરતોને પણ પૂરી કરવામાં આવી શકે.

વિદેશ મંત્રાલયના સચિવ અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ કે ભારત સરકારની પહેલી જવાબદારી પોતાના લોકોને Hydroxychloroquine નો સ્ટૉક પૂરો કરવાનો છે. ત્યાર બાદ જરૂરતમંદ દેશોને તેની નિકાસ કરવામાં આવશે.

શ્રીવાસ્તવે કહ્યુ કે કેટલીક દવાઓના નિકાસ પર કેટલીક પાબંદીઓ લગાવામાં આવી છે એટલે કે દેશોમાં તેનો ઘટાડો ના થઈ જાય. DGFT એ આવી 14 દવાઓ પર 6 એપ્રિલના નોટિફિકેશન રજુ કર્યુ હતુ.