FY2021-22માં જોરદાર Campus Placementની અપેક્ષા, ભારતની ટૉપ 4 આઈટી કંપનીયાં 91,000 ફ્રેશર્સને કરશે હાયર

ના રોજ પ્રકાશિત Tue, 19, 2021 પર 15:59  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2021-22 એન્જિનિયરિંગ સહિતના ટેક્નિકલ અને પ્રોફેશનલ કોર્સ કરવા વાળા વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત સાબિત થઈ શકે છે. દેશની ટૉપની 4 આઇટી કંપનીઓએ નાણાકીય વર્ષ 2021-22માં કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા 91,000 થી વધુ ફ્રેશર્સ રાખવાની યોજના બનાવી છે. દેશની 4 સૌથી મોટી આઈટી કંપનીયાં જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસિસ (infosys), વિપ્રો (Wipro) અને એચસીએલ ટેક્નોલોજીસ (HCL Technologies) શામિલ છે, આવતા નાણાકિયા વર્ષમાં કુલ મળીને 91,000 થી વધુ ફ્રેશર્સ હાયર કરશે. આ સંખ્યા આ કંપનીયો દ્વારા આ નાણાકિય વર્ષ અને ગયા નાણાકીય વર્ષમાં ઑફર કર્યા નોકરી કરતા વધારે છે.


તમને જણાવી દઇએ કે કોરોના વાયરસના મહામારીને કારણે લાખોની સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી હતી. પરંતુ મહામારીની અસર ઓછી થઈ અને લૉકડાઉન સમાપ્ત થયા પછી, ટેક પ્રોફેશનલ્સની ડિમાન્ડમાં વધારો થયો છે. TCSના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ એચઆર હેડ મિલિંદ લકડએ જણાવ્યું હતું કે, કંપની આવતા નાણાકીય વર્ષમાં પણ એટલી જ ફ્રેશર્સની ભરતી કરશે, જેટલા ફ્રેશર્સને આ નાણાક્ય વર્ષ હાયર કર્યા છે. એટલે કે TCS નાણાકીય વર્ષ 2021-22માં 40,000 ફ્રેશર્સને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા હાયર કરશે.


ઇન્ફોસિસ 24,000 ફ્રેશર્સને હાયર કરશે


દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઇન્ફોસિસ (infosys)એ કહ્યું કે તે આગામી નાણાકીય વર્ષમાં 24,000 ફ્રેશર્સ હાયર કરશે, જ્યારે કંપનીએ નાણાકીય વર્ષ 2021 માં 17,000 ફ્રેશર્સ હાયર ખર્યા હતા. ત્યારે Wiproની યોજના આવતા નાણાકીય વર્ષમાં 12,000 ફ્રેશર્સ હાયર કરવાની છે. કંપનીએ એટલે જ ફ્રેશર્સએ આ વર્ષ પણ હાયર કર્યા હતા. ત્યારે HCL Techએ કહ્યું છે કે તે આગામી નાણાકીય વર્ષમાં 15,000 થી વધુ દબાણ રાખશે, જ્યારે આ વર્ષે HCLએ 12,000 ફ્રેશર્સને હાયર કર્યા હતા.


HCLની 2000 અનુભવી લોકોને નોકરી પર રાખવાની યોજના


HCL Techના ચીફ એચઆર અધિકારી અપ્પારાવ વીવીએ જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં હાયરિંગની ગતિ વધવાની ઘણા કારણો છે. તેમણે કહ્યું, અમે જે લક્ષ્ય નક્કી કર્યું હતું, તેનાથી 33 ટકા વધારે કર્યું છે. તેમણે કહ્યું કે આપણે 2020 માં જે મેનપાવરમાં વધારો કર્યો હતો, તેમાં 70 ટકા ભારતમાં વધ્યો હતો. હવે આપણે હાયરિંગ કરશે, તેમાં 90 ટકા હાયરિંગ ભારતમાં કરશે. HCLએ 31 માર્ચ 2022એ સમાપ્ત થવા વાળા નાણાકિયા વર્ષમાં ભારતમાં 15 હજાર ફ્રેશર્સ અને 2000 અનુભવી લોકોને નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે.


2021-22માં 9 ટકા સુધી રહેશે IT સેક્ટરનો રેવેન્યુ ગ્રોથ


દેશની પ્રમુખ રેટિંગ એજન્સી ઇકરાએ કહ્યું છે કે આગામી નાણાકીય વર્ષ (2021-22) માં દેશના IT સેક્ટરનો રેવેન્યુ ગ્રોથ રેટ 7 ટકાથી 9 ટકા રહી શકે છે. ઇકરાએ કહ્યું કે ડિજિટલ ટેકનોલોજીની માંગ અને આર્થિક ગતિવિધિયોમાં રિકવરીનું કારણે IT સેક્ટરમાં ગ્રોથને જોર મળશે. ત્યારે આઈટી કંપની વિપ્રોએ કહ્યું છે કે તે આ ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ 2021) મોટા પાયે કર્મચારીઓની ભર્તી કરવા જઈ રહી છે. વિપ્રોના ચીફ HR સૌરભ ગોવિલે જણાવ્યું હતું કે કામના ઘણા નવા ટેકા મળવાને કારણે કુશળ કર્મચારીઓની માંગમાં મોટો વધારો થશે.