Indian Railways: રેલ્વે કર્મચારીઓના મુસાફરી અને ઓવર ટાઇમ અલાઉન્સમાં 50% ઘટાડાની તૈયારી - Report

Indian Railways: કોરોના વાયરસથી સમગ્ર દુનિયાની હાલત કફોડી થઈ ગઈ છે. આર્થિક પરિસ્થિતિ પાટા પરથી ઉતરી ગઈ છે. દેશમાં કોરોના વાયરસ લૉકડાઉન રેલવે વ્હીલ જામ થઈ ગયો. જો કે, તે ધીમે-ધીમે આ સફ્તાર મેળવવાનું શરૂ કર્યું છે. પરંતુ કોરોના વાયરસ રેલ્વેને ખૂબ જ ખરાબ રીતે પછાડ્યો છે. આવી સ્થિતિમાં, રેલવે તેમના નુકસાનને પહોંચી વળવા માટે રેલ મંત્રાલય (Railway Ministry) તેના કર્મચારીઓને મળતા ભથ્થાને (allowances)ને ઘટાડવા માટે વિચાર કરી રહ્યા છે. DNAએ એક રિપોર્ટના હવાલાથી લખ્યું છે કે ઇન્ડિયન રેલવે કર્મચારીઓના ટ્રાવેલ અલાઉન્સ (travel allowances) અને ઓવર ટાઇમ (Over time allowances)માં 50 ટકાનો ઘટાડો કરશે.
તાજેતરના રિપોર્ટમાં મુજબ રેલ્વે મંત્રાલયે આ અંગે પહેલ કરવાની શરૂ કરી દીધી છે અને કર્મચારીયોને ઓવરટાઈમ અને ટ્રેવેલ અલાઇન્સમાં ઘટાડા કરવા પર જલ્દી જ અંતિમ નિર્ણય કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે આ સમાચારના સામે આવ્યા છે. એના પહેલા ઓગસ્ટમાં, એવી અટકળો વહેતી કરવામાં આવી હતી કે ભારતીય રેલ્વે વર્ષ 2020-21 માટેના કર્મચારીઓના પગાર અને પેન્શનને રોકવાની વિચારણા કરી રહી છે. જો કે ત્યારબાદ સરકારે આ અટકળોને ફગાવી દીધી હતી. સરકારે નકારી કાઢી હતી અને સોશિયલ સાઇટ પર લખ્યું હતું કે સરકાર પાસે આવી કોઈ દરખાસ્ત નથી અને રિપોર્ટ ખોટો અને સંપૂર્ણ ખોટો છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તમામ પગાર અને પેન્શન દર સમયે ચાલુ રહેશે.
એના પહેલા એવું કહેવાતું હતું કે રેલવે પર લોકડાઉન ભારી માર પડી છે અને તેની પાસે પગાર ચૂકવવાનાં પૈસા નથી. આના માટે રેલ્વે કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવાની વિચારણા કરી રહી હતી. રેલ્વે મંત્રાલયે પહેલા ફાઇનેન્સ મિનિસ્ટ્રી (Finance Ministry)થી 2020-21માં 53000 કરોડ રૂપિયાના પેન્શન ખર્ચને પહોંચી વળવા માટે નાણાં મંત્રાલયની માંગ કરી હતી. રેલ્વેમાં 13 લાખ કર્મચારીઓ અને લગભગ 15 લાખ પેન્શનરો છે.