JEE Main 2020, NEET 2020 exam new dates: જેઈઈ મેન પરીક્ષા 1-6 સપ્ટેમ્બર, નીટ પરીક્ષા 13 સપ્ટેમ્બરના

ના રોજ પ્રકાશિત Sat, 04, 2020 પર 09:49  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોનાના ચાલતા જેઈઈ અને નીટની પરીક્ષાઓ સ્થગિત થઈ હતી જેની હવે નવી તારીખ ઘોષિત કરવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ઘોષણા કરી છે કે જેઈઈ મેન 2020 પરીક્ષા હવે 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે સંપન્ન થશે, જેઈઈ એડવાંસ્ડ પરીક્ષાઓ 27 સપ્ટેમ્બરના થશે જ્યારે નીટ 2020 ની પરીક્ષાઓ 13 સપ્ટેમ્બરના થશે.

પોખરિયાલે 2 જુલાઈના પરિક્ષાઓ આયોજિત કરવાની સ્થિતિનો જાયજા લેવા માટે એક પેનલ બનાવી હતી જેની ભલામણની બાદ ચે જેઈઈ મેન 2020 અને નીટ મેન 2020 ની પરીક્ષાની તારીખોમાં સંશોધન કરવામાં આવ્યુ છે. તેની પહેલા નીટ અને જેઈઈની તારીખો પર સ્થિતિ સ્પષ્ટ કરવા માટે અભિભાવકો અને વિદ્યાર્થીઓએ ટેસ્ટિંગ એજેન્સીની સામે રેલી કરવાનું આરંભ કરી દીધુ હતુ.

JEE 2020 પ્રવેશ પરીક્ષા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (IITs) અને નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (NITs) અને અન્ય ટેક્નિકલ ઈંસ્ટિટ્યૂટસમાં એડમિશન માટે આયોજિત કરવામાં આવી છે. જેઈઈ અને નીટ પરીક્ષાઓ ઈંજીનિયરિંગ અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સેસમાં દાખલો લેવા માટે આપવામાં આવે છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ કે નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. તેમણે કહ્યુ મને મે મારા વાયદાના અનુસાર નવી તારીખો ઘોષિત કરી છે. કોરોના વાયરસના ચાલતા એ પરિક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થિઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા અમારી પ્રાથમિકતા છે. એટલા માટે મને આશા છે કે વિદ્યાર્થી આ અતિરિક્ત સમયનો ઉપયોગ પોતાના ભણતરની વધુ તૈયારી માટે કરશે.

NEET and JEE ની પરીક્ષાઓ પહેલા મે 2020 માં થવાની હતી. કોવિડ-19 ના સંકટને લાગૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની બાદ તેને જુલાઈ 2020 સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

CBSE બોર્ડે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે 10 મી અને 12 માની પરીક્ષાઓ કેંસલ કરી દીધી છે પરંતુ જેઈઈ અને નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓને કેંસલ કરવુ યોગ્ય નથી.

દર વર્ષ 10 લાખ વિદ્યાર્થી જેઈઈ મેન પરીક્ષાઓ આપે છે અને આ વર્ષ 9 લાખ 35 હજાર વિદ્યાર્થીઓએ જેઈઈ મેન 2020 માટે પંજીકરણ કરાવ્યુ છે. જો કે દર વર્ષ 12 હજાર સીટ IITs માં ઉપલબ્ધ રહે છે.