કર્ણાટકના CM થયા હોમ ક્વોરેન્ટાઇન, સ્ટાફની રિપોર્ટ કોવિડ-19 પોઝિટિવ

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 09:02  |  સ્ત્રોત : Moneycontrol.com

કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલયના એક કર્મચારીને કોરોના વાયરસ સંક્રમણના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા પછી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હોમ ક્વારન્ટાઇન થઇ ગયા છે અને તેના ઑફિસ-સહ-નિવાસ બિલ્ડિંગ કૃષ્ણાને સીલ કરી દેવામાં આવી છે.


કર્ણાટકના સીએમ તેમની |ફિસ-સહ-નિવાસ કૃષ્ણા બિલ્ડિંગમાંથી સરકારની કામગીરીને જોઈ રહ્યા હતા. આ કૃષ્ણ ભવનમાં કામ કરવા વાળા મુખ્યમંત્રીના નજીકના કર્મચારીને કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ ભવનને સેનિટાઇઝેશન માટે 5 દિવસ સુધી સીલ કરવામાં આવ્યું છે.


બીજી વખત એવું થયું છે જ્યારે ઑફિસને બંધ કરવું પડ્યું છે. એક મહિના પહેલા આ બિલ્ડિંગમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલના સંબંધીને કોરોના વાયરસના સંક્રમણને કારણે સાવચેતી તરીકે ડિસ્ઇન્ફેક્શન માટે બિલ્ડિંગ સીલ કરાયું હતું. તેના નિવેદનમાં, 77 વર્ષીય યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, મારી ઑફિસ-સહ-નિવાસી મકાન કૃષ્ણમાં કેટલાક સ્ટાફ દ્વારા કોવિડ-19 પોઝિટિવ મળ્યાં હોવાથી હવે પછીના કેટલાક દિવસો હું મારા ઘરેથી મારી ડ્યૂટી સંભાળીશ. તેઓએ કહ્યું છે કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જરૂરી માર્ગદર્શિકા અને સૂચનો આપવાનું ચાલુ રાખશે.


યેદિયુરપ્પાએ લોકોને અપીલ કરી કે તેઓ સ્વસ્થ છે તેથી લોકોને બિનજરૂરી ચિંતા ન કરવી જોઈએ. તેમણે લોકોને વિનંતી કરી છે કે તેઓ કોરોના વાયરસથી બચવા માટે અપાયેલા માર્ગદર્શિકાનું સખતીથી પાલન કરવું જોઇએ.


આ દરમિયાન રાજ્યમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા 30 હજારને પાર કરી ગઇ છે. અક જ દિવસમાં 2200 નવા કેસ સામે આવ્યા છે અને 17 લોકોની મૃત્યુ થઇ ગઇ છે જેના પધી આ બીમારીથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 486 પર પહોંચી ગઈ છે. એવું સ્વાસ્થ્ય વિભાગે બતાવ્યું છે.