Lockdown: વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીઓએ શું કહ્યું?

ના રોજ પ્રકાશિત Mon, 11, 2020 પર 16:58  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોનાવાયરસ સંક્રમણ રોકવા માટે દેશમાં છેલ્લા 54 દિવસથી દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે દુનિયાભરમાં મુખ્યમંત્રીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. આજની વાતચીતમાં મુખ્ય ફોકસ લોકડાઉનને દૂર કરવા અને અર્થતંત્ર શરૂ કરવા પર રહ્યું છે.


બેઠકમાં કોણે શું કહ્યું?


તમિળનાડુ સરકારની માંગ


પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં તામિલનાડુના સીએમ પલાનીસ્વામીએ કેન્દ્ર સરકારને 2000 કરોડ રૂપિયાની સહાય માટે વિનંતી કરી છે. તેમણે સરકારને રાજ્યના બાકી GSTને ક્લિયર કરવા કહ્યું છે.


આંધ્રપ્રદેશે શું કહ્યું?


આંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ કહ્યું કે કેન્દ્ર સરકારે વસ્તુઓનું આવા-જવાને પ્રોત્સાહિત કરવા માટે રાહત આપવી જોઈએ. તેમણે કહ્યું કે ઉકોનૉમીને રિવાઇવ કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે પીએમને MSME સેક્ટરમાં મદદ કરવાનું કહ્યું છે. રેડ્ડીએ કહ્યું કે આંધ્ર પ્રદેશમાં 1 લાખ MSME કર્મચારી છે. અગર કેન્દ્ર મદદ નહીં કરે તો રાજ્યમાં બેકારી વધશે જાશે.


રેડ્ડીએ એમ પણ કહ્યું કે લોકોમાં વાયરસ વિશે જાગૃતિ ફેલાઈ રહી છે. જ્યાર સુધી તેની કોઇ દવા નથી બનતી લોકોને એની સાથે રહેવા માટે તૈયાર રહેવું પડશે. તેમણે કહ્યું કે આ બિમારી અંગે જે ભય છે તે સમાપ્ત કરવું પડશે કારણે કે 95 ટકા કેસમાં રોગ સાજો થઇ રહ્યો છે.


ગૃહ મંત્રાલયે શું કહ્યું?


ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા 4000 ભારતીયોને દેશ લાવવામાં આવ્યા છે. એના સાથે અત્યાર સુધી 5 લાખ પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા આવ્યા છે.


પશ્ચિમ બંગાળએ શું કહ્યું?


પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્ય તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં કેન્દ્રએ રાજકારણ ન કરવું જોઈએ.


શું છે મુશ્કેલ?


હજારો મજૂરો તેમના ઘરે પાછા ગયા છે. આવી સ્થિતિમાં ઇન્ડસ્ટ્રી શરૂ કરવો મુશ્કેલ બનશે. પીએમ મોદીએ કહ્યું કે મુશ્કેલ સમયમાં ઘરે પાછા ફરવું એ માનવીય સ્વભાવ છે. તેથી આપણે કેટલાક નિર્ણયો બદલવાના હતા.