મહારાષ્ટ્ર સરકારે 31 જુલાઇ સુધી વધાર્યું લૉકડાઉન, સંક્રમિતોની સંખ્યા 1.65 લાખથી વધરે

ના રોજ પ્રકાશિત Mon, 29, 2020 પર 16:00  |  સ્ત્રોત : Moneycontrol.com

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ (Covid-19)ના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્ય માટે લોકડાઉન 31 જુલાઇ સુધી વધાર્યું છે. ઉદ્ધવ ઠાકરેની સરકારે જાહેરાત કરી કે કોરોનાવાયરસ સંક્રમણ પર કાબૂમાં કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. દેશમાં આ રોગચાળાને કારણે સૌથી વધુ સંક્રમણ મહારાષ્ટ્રમાં જ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,64,626 પર પહોંચી ગઈ છે. એમાંથી 86,575 લોકો સાજા થયા છે. અત્યાર સુધી રોગચાળાને કારણે રાજ્યમાં 7,429 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, જિલ્લા કલેક્ટર અને મહાનગર પાલિકાના કમિશનરો રાજ્યમાં કેટલાક નિયમો લાગુ કરશે જેથી બિન-જરૂરી ગતિવિધિયોને નિયંત્રિત કરી શકાય.


આ પહેલા સોમવારે મહારાષ્ટ્ર સરકારે પ્રોજેક્ટ પ્લેટિના (project plantina)લોન્ચ કર્યું હતું. તેનો હેતુ કોરોનાવાયરસ દર્દીઓની સારવાર કરવાનો છે. કોરોનાવાયરસથી સાજા થતાં લોકો સાથે પ્લાઝ્મા થેરેપી અને ટ્રીટમેન્ટનો આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. કોરોનાવાયરસના સારવારમાં આ થેરેપી કારગર સાબિત થઈ રહી છે.


મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પ્લાઝ્મા થેરેપી ટ્રાયલ અને ટ્રીટમેન્ટ 17 મેડિકલ કોલેજોમાં એકદમ ફ્રી કરી દીધી છે. BMCના દાયરામાં તેની 21 સેન્ટર છે જ્યાં તેની સારવાર કરવામાં આવશે.