Mumbai Lockdown News: જાણો 3 જુનથી મહારાષ્ટ્રમાં શું-શું છૂટ મળી રહી છે?

ના રોજ પ્રકાશિત Mon, 01, 2020 પર 14:39  |  સ્ત્રોત : Moneycontrol.com

લૉકડાઉનનુ ચોથુ ચરણ સમાપ્ત થયાની બાદ મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે તે 3 જુનથી મુંબઈ રેડ ઝોન વિસ્તારોમાં થોડી ઢીલ આપશે. મહારાષ્ટ્રની સરકારે રાજ્યમાં 30 જુન સુધી લૉકડાઉન વધારી દીધુ છે. પાંચમાં ચરણના લૉકડાઉનને unlock 1.0 પણ કહેવામાં આવી રહ્યુ છે કારણ કે તેમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા માટે ઘણી છૂટ આપવામાં આવી છે.

3 જુન થી આ સુવિધા મળશે

મહારાષ્ટ્ર સરકારને ભરોસો છે કે તે કોરોનાવાયરસના સંક્રમણ પર કાબૂ મેળવી લેશે. જો કે સરકારે જૉગિંગ, સાઈક્લિંગ, દુકાન ખોલવા, ઈલેક્ટ્રિશિયન, પ્લંબર્સ અને કેબ ડ્રાઈવર્સને કામ કરવાની છૂટ મળી ગઈ છે.

5 જુનથી આ છૂટ મળશે

મહારાષ્ટ્ર સરકારે કહ્યુ છે કે 5 જુનથી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બજાર અને દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આ દુકાનો એક દિવસ ખુલી રહેશે અને એક દિવસ બંધ રહેશે. આ એકદમ તેવી રીતે રહેશે જેમ દિલ્હીમાં ઑડ-ઈવનની તર્જ પર દુકાન ખુલી રહી છે.

8 જુનથી આ રાહત મળશે

રાજ્ય સરકારે કહ્યુ છે કે 8 જુનથી પ્રાઈવેટ ઑફિસોને ખોલવાની પરવાનગી આપવામાં આવશે. પ્રાઈવેટ ઑફિસમાં 10 ટકા કર્મચારી ઓફીસ આવી શકે છે. બાકીનાએ હજુ વર્ક ફ્રૉમ હોમમાં જ કામ કરવાનું રહેશે.