Mumbai local Train: પશ્ચિમ રેલ્વેનો મોટો નિર્ણય, મુસાફરોને મળશે રાહત

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 09:44  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોનાના ફેલાવાને રોકવા માટે મુંબઈમાં લોકલ ટ્રેનો સામાન્ય નાગરિકો માટે બંધ છે પરંતુ કોરોના યોદ્ધાઓ સહિત અન્ય અત્યાઆવશ્યક સેવાઓ પૂરી પાડતા નાગરિકો માટે ખાસ લોકલ ચલાવામાં આવી રહી છે. આ લોકોને વધુ રાહત આપવા માટે, પશ્ચિમ રેલ્વેએ આ વિશેષ લોકલની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં, પશ્ચિમ રેલ્વે દ્વારા 350 વિશેષ લોકલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.


મહારાષ્ટ્ર સરકાર દ્વારા અત્યાવશ્યક સેવાઓ આપનારા કર્મચારીયોના માટે વિશેષ લોકલ ગાડયા ચલાવાનો વિન્તી રેલ મંત્રાલયથી સતત કરવામાં આવી રહી છે જેમાં ધ્યાનમાં રાખીને મધ્ય રેલ્વે, હાર્બર રેલ અને પશ્ચિમ રેલ્વે દ્વારા હાલમાં વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ લોકલથી આ મુસાફરોથી મોટી રાહત પણ મળી રહી છે. પરંતુ અત્યાવશ્ક સેવામાં કામ કરનારા કર્મચારીઓ ની સંખ્યા મોટી હોવાને કારણે ચવામાં આવી રહી વિશેષ લોકલની સંખ્યા ઓછી થઇ રહી છે. આને કારણે પશ્ચિમ રેલ્વેના લોકલ રેલ્વેમાં ભીડ જોવા મળી રહી છે. તેના પર ધ્યાન આપતા પશ્ચિમ રેલવેએ ટ્રેનોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.


મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છુપાયેલા સમાચાર મુજબ, પશ્ચિમ રેલ્વે રૂટ પર દરરોજ 350 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. કોરોનાના વધતા જતા ખતરો અને સોશલ ડિસ્ટેન્સિંગના કડક પાલનને ધ્યાનમાં રાખીને, આ લોકલની સંખ્યા 350 થી વધારીને 500 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવાર એટલે કે 21 સપ્ટેમ્બરથી તેનો અમલ કરવામાં આવશે. આ વધેલા 150 લોકલ માંથી 30 લોકલ સવારના ભીડના દરમિયાન અને 29 લોકલ સાંજના ભીડના દરમિયાન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળશે.