Mumbai Power Outage: ચીન અથવા પાકિસ્તાન તરફથી સાયબર એટેક થયાના કોઈ પુરાવા નથી: કેન્દ્રીય ઉર્જા મંત્રી

ના રોજ પ્રકાશિત Tue, 02, 2021 પર 19:00  |  સ્ત્રોત : Moneycontrol.com

કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહ (RK Singh)એ મંગળવારે કહ્યું હતું કે સરકાર પાસે એવા કોઈ પુરાવા નથી કે, જે આ સાબિત કરી શકે કે મુંબઇમાં ઑક્ટોબર 2020 માં થયેલા બ્લેકઆઉટ (Mumbai Outage) ચાઇના (China) અથવા પાકિસ્તાન (Pakistan) તરફથી થયેલા સાઇબર હુમલાને કારણે થયો હતો. ન્યૂઝ એજન્સી ANIએ સિંઘના હવાલાથી કહ્યું, અમારી પાસે આવું કહેવા માટે કોઇ પુરાવો નથી કે સાયબર હુમલો ચીન અથવા પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો.


તેમણે વધુમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કે આ હુમલા પાછળ, જે પણ ગ્રુપ છે તે ચીનનું છે, પરંતુ અમારી પાસે પુરાવા નથી. ચીન ચોક્કસપણે તેનાથી ઇનકાર કરશે. તેમણે એમ પણ કહ્યું કે બે ટીમોએ એક તપાસ હાથ ધરી હતી અને માનવ ભૂલ (human Error)ને પાવર આઉટેજ (power outage)ના પાછળનું કારણે મળ્યો.


કેન્દ્રીય મંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, બન્ને ટીમોએ પાવર આઉટેજની તપાસ કરી અને શોધી કાઢ્યું કે આઉટેજ માનવીય ભૂલને કારણે હતો ન કે સાયબર એટેકને કારણે. એમાંથી એક ટીમએ કહ્યું હતું કે સાયબર હુમલો થયો હતો, પરંતુ તેઓ મુંબઈ ગ્રિડના નિષ્ફળતાથી જોડાયા ન હતા.


જોકે, મંત્રીએ એ પણ સ્વીકાર્યું કે દેશના દક્ષિણ અને ઉત્તરીય ક્ષેત્રના લોડ ડિસ્પેચ સેન્ટર્સ પર સાયબર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ મુખ્ય ઑપરેટિંગ સિસ્ટમ સુધી પહોંચી ન શક્યા હતા.


આર.કે.સિંઘનું નિવેદન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા કરવામાં આવેલા દાવા પછી આવ્યું છે, જેમણે સોમવારે ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈમાં વીજળી આઉટેજને પાછળ સાયબર હુમલાનો આક્ષેપ કર્યો હતો.


મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલના પ્રારંભિક પિરોપ્ટના હવાલો આપતા, દેશમુખે પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલાક 14 ટ્રોજન હોર્સ મહારાષ્ટ્ર રાજ્ય વીજળી બોર્ડના સર્વરમાં ડિટેક્ટ કર્યા હતા અને લગભગ 8 GB ડેટા અનઅકાઉન્ટેડ વિદેશી સર્વરો માંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.