PAN કાર્ડ ખોવાઈ ગયુ, જાણો ડુપ્લિકેટ PAN કેમ મળશે?

ના રોજ પ્રકાશિત Tue, 22, 2020 પર 16:54  |  સ્ત્રોત : Moneycontrol.com

PAN કાર્ડની જરૂરત કોઈપણ ફાઈનાન્શિયલ કામકાજમાં પડે છે. એવામાં જો PAN કાર્ડ ખોવાઈ જાય તો ઘણા બેન્કિંગ કામ રોકાઈ શકે છે. ત્યાં સુધી કે જો તમારા બેન્ક ખાતામાં 50,000 રૂપિયાથી વધારે જમા કરવાના છે તો તેના માટે PAN કાર્ડ જોઈએ. જો તમારૂ PAN કાર્ડ પણ ખોવાઈ ગયુ છે તો જાણો કેવી રીતે બનાવી શકો છો.

ડુપ્લિકેટ PAN કાર્ડ બનાવવા માટે શું કરવું?

સૌથી પહેલા https://www.tin-nsdl.com/ પર ક્લિક કરીને આ વેબસાઈટ પર જાઓ.

ત્યાર બાદ તમે લૉગઈન કરો. હોમપેજ પર તમે Reprint of PAN Card પર ક્લિક કરો.

જો તમને આ ઑપ્શન નથી દેખાય રહ્યો તો તમે Service માં જઈને PAN ઑપ્શન ને સેલેક્ટ કરવાનું રહેશે.

Reprint of PAN Card પર ક્લિક કરવા પર એક નવુ વેબપેજ ખુલશે. ત્યાર બાદ તમારૂ પોતાનું પૈન નંબર, આધાર નંબર અને ડેટ બર્થ જેવી જાણકારી ભરવાની રહેશે.

જરૂરી જાણકારી આપ્યાની બાદ આધાર કાર્ડને વેરીફાઈડ કર્યાની બાદ પેન કાર્ડ રિપ્રિંટ કરે. ત્યાર બાદ કેપ્ચા કોડને નાખી સબ્મિટ કરવાનું રહેશે. તમે તમારી બધી પર્સનલ ડિટેલ્સને ક્રૉસ ચેક કરો અને સબ્મિટ કરી દો.

હવે ત્યાર બાદ તમારે one-time password (OTP) પર ટિક કરો. પછી એક OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. હવે OTP રજિસ્ટર્ડ કરો અને ત્યારબાદ પેમેંટ ડિટેલ્સ ભરવાનું ઑપ્શન દેખાડશે. તમે આપેલા ઑપ્શનને સેલેક્ટ કરીને 50 રૂપિયા પેમેંટ કરી દો. પેમેંટ સક્સેફુલ થવાની બાદ તમારી પાસે Acknowledgement Number ની સાથે મેસેજ આવશે. ત્યાર બાદ તમે તમારૂ પૈન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.