Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લાગી આગ, જાણો આજે કેટલી વધી કિંમત

તેલ કંપનીઓએ આજે ડીઝલ અને પેટ્રોલ બન્નેની કિંમતોમાં વધારો કર્યો છે.
ના રોજ પ્રકાશિત Tue, 28, 2021 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

Petrol Diesel Price Today 28th Sep 2021: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ આજે એટલે કે મંગળવારના રજુ થઈ ગયા છે. તેલ કંપનીઓએ આજે ડીઝલ અને પેટ્રોલ બન્નેની કિંમતોમાં વધારો કર્યો છે. ડીઝલના ભાવ 53 પૈસા સુધી વધ્યા છે. જ્યારે, ગઈકાલે પણ ડીઝલના ભાવોમાં 25 થી 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, પેટ્રોલના ભાવમાં પણ 20 થી 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 101.39 રૂપિયા પ્રતિ લીટર પર અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યા છે. છેલ્લી વાર 5 સપ્ટેમ્બરના ભાવ ઓછા કરવામાં આવ્યા હતા, ત્યારે દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલ 15 પૈસા સુધી સસ્તુ થયુ હતુ. જાણો દેશના પ્રમુખ શહેરોમાં શું રહ્યા આજના ભાવ...


શહેરનું નામ પેટ્રોલ ડીઝલ
દિલ્હી 101.39 89.57
મુંબઈ 107.47 97.21
ચેન્નઈ 99.15 99.15
કલકતા 101.87 92.67

સોર્સ: IOC


આ રીતે ચેક કરો આજના નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજના બદલે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના રેટ તમે SMS ના દ્વારા પણ જાણી શકે છે (How to check diesel petrol price daily). ઈંડિયન ઑયલના કસ્ટમર RSP ની સાથે શહેરના કોડ લખીને 9224992249 નંબર પર અને BPCL ઉપભોક્તા RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી હાસિલ કરી શકે છે. જ્યાં, HPCL ઉપભોક્તા HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકીએ છે.