ભારતમાં PUBGની ધમાકેદાર વાપસી, 6 કરોડ રૂપિયાનું થશે પૂલ પ્રાઇઝ?

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 16:23  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારત સરકાર દ્વારા કેટલાક મહિનાઓ માટે પ્રતિબંધ મુકાયા બાદ PUBG Mobile Indiaની ભારતીય બજારમાં એક મહાન પુનરાગમન કરવા જઈ રહી છે. PUBG Mobileના ભારતમાં લૉન્ચિંગની અધિકારીક ઘોષણા કરવામાં આવી છે. જો કે, હજી તેની લૉન્ચની ઑફીશિયલ તારીખની રાહ જોઇ રહી છે. સપ્ટેમ્બરમાં ભારતમાં પ્રતિબંધ મુકાયા પછી, હવે PUB Corporation ફરીથી આ બેટલ રૉયલ ગેમને દેશમાં લૉન્ચ માટે એપનું ટ્રેલર લગભગ તૈયાર છે અને આ ગેમ વર્ષના અંત સુધી ભરતીય યૂઝર્સના માટે ઉપલબ્ધ થઈ શકે છે. જો કે, કંપની દ્વારા હાલમાં કોઈ અધિકારીક નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું.


આ દરમિયાન સમાચાર છે કે PUBG Mobile Indiaની ગેમમાં મોટો વિકાસ થયો છે. PUBG Corporationએ ભારતમાં તેના આ ગેમની ફરીથી પરત અને ગ્રેન્ડ બનાવા માટે 6 કરોડ રૂપિયા સુધીના ઇનામની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં લૉન્ચ થનારા PUBG Mobileનાં નવા વર્ઝનમાં 6 કરોડ રૂપિયાનું ઇનામ પૂલ હશે, જેમાં પ્લેયર્સની સેલરી મિનિમમ 40000 રૂપિયાથી શરૂ થઇને 2 લાખ રૂપિયા સુધી થશે. એક ટ્વિટર યૂઝર્સએ દાવો કર્યો છે કે 24 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ઇનામ પૂલની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.


જોકે, કંપની દ્વારા આવી કોઈ અધિકારીક જાણકારી આપવામાં નથી આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PUBG Mobile India વર્ઝન માટે 6 કરોડ રૂપિયા સુધીની ઇનામ પૂલ રાખવામાં આવશે. આ ઇનામો 40,000 રૂપિયાથી 2 લાખ વચ્ચે હશે જે ટાયર 1 ટીમ માટે નિર્ધારિત કરી છે. આ સંબંધમાં @TSMentGHATAK નામના ટ્વિટર યૂઝરે તેની પોસ્ટમાં લખ્યું છે કે PUBG ટૂર્નામેન્ટના માટે ફર્સ્ટ પ્રાઇઝ 6 કરોડ! આ આશ્ચર્યજનક છે ?! ટાયર 1 ટીમો માટે Prizepool મિનિમમ 40K-2L છે જે દર સીઝનમાં વધે છે. ESPORTS એ નવા યુગની શરૂઆત છે. ઇ-સ્પોર્ટ્સમાં તમારા હાથને અજમાવવાનો આ યોગ્ય સમય છે.


પ્રી-રજિસ્ટ્રેશન શરૂ


જણાવી દઇએ કે એન્ડ્રોઇડ અને iOS માટે PUBG Mobile Indiaની પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થઇ ગઇ છે. જો કે, આ રજિસ્ટ્રેશન હવે ફક્ત Tap Tap ગેમ શેરિંગ કમ્યુનિટિનાં યૂઝર્સ માટે જ શરૂ થઈ છે. આ એપને પહેલા જ ત્રણ લાખથી વધુ યુઝર્સ દ્વારા રજિસ્ટર થઈ ચૂકી છે. હાલમાં તેની 10 માંથી 9.8 રેટિંગ મળ્યા છે. જોકે, હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે PUBG Mobile Indiaનું પ્રી-રજિસ્ટ્રેશન પેઝ અધિકારીક છે કે નકલી. આને કારણે ભરતીય ગેમર્સમાં પ્રી-રજિસ્ટ્રેશનને લઇને કંફ્યૂઝનની સ્થિતિ બની છે.


PUBG Mobileએ ભારતમાં પરતનું કરી ઘોષણા


જણાવી દઇ કે PUBG Mobile એક નવા અવતારમાં ભારત પાછા ફરવા માટે તૈયાર છે. સાઉથ કોરિયા કંપની PUBG કૉર્પોરેશ (PUBG Coporation)એ તેની જાહેરાત કરતા કહ્યું કે ભારતીય માર્કેટના માટે નવી ગેમ લાવી રહી છે જે ભારત માટે બનાવામાં આવ્યું છે. PUBG Corporationનું કહેવું છે કે આ વખતે ચીની કંપની સાથે કોઈ ભાગીદારી નહીં થાય. PUBG Corporationના જણાવ્યા અનુસાર, PUBG Mobile India ભારત માટે ખાસ ખરીને બનાવવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે યૂઝર્સને સુરક્ષિત અને હેલ્દી ગેમ પ્લેનું ઑપ્શન આપવામાં આવશે.