રેલ્વેએ લોન્ચ કર્યું એક એવું એપ જેમાં રેલવેથી સંબંધિત તમામ માહિતી મળશે

ના રોજ પ્રકાશિત Thu, 16, 2020 પર 13:41  |  સ્ત્રોત : Moneycontrol.com

ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે એક નવી એપ તૈયાર કરી છે. આ એપ દ્વારા મુસાફરોને ટ્રેન સંબંધિત તમામ માહિતી મળશે. ઇન્ડિયન રેલવેના East Central Railway (ઉત્તર મધ્ય રેલ્વે) એ સમગ્ર એપ (Samagra App) બનાવી છે. તેને એન્ડ્રોઇડ ફોનમાં મફત ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા રેલ્વે, ટ્રેન, સ્ટેશન સુવિધા, રેલ્વે પોલિસી, ટિકિટ, ડિસ્કાઉન્ટ સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે.


ઇસ્ટ સેન્ટ્રલ રેલવેના હેડ ઑફિસથી વીડિયો કૉન્ફ્રેસિંગના દ્વારા મહાપ્રબંધક એલ.સી.ત્રિવેદીએ લેન્ચ કરી છે. તેમણે કહ્યું કે આ એપ દ્વારા મુસાફરોને ઘણી સુવિધાઓની માહિતી મળશે. ટ્રેનોની અવરજવર અને રિજર્વેશન જેવી બધી માહિતી ઘરે બેઠા મળી જશે. આ એપ સમસ્તીપુર ઝોનમાં જ બનાવવામાં આવી છે. જેમાં ડીસીએમ પ્રસૂન કુમાર અને ટીઆરએફ ટેકનિશિયનનો ઘણો સહયોગ મળ્યો છે.


આ એપ દ્વારા કોઈપણ મુસાફરો ઝોનની કોઈ પણ સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓની સાથે અન્ય મહત્વપૂર્ણ માહિતી લઈ શકે છે. આ એપનો લાભ મુસાફરોની સાથે જ રેલવેના કમર્શિયલ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને મળશે. સાથે જ ટિકિટ ચેકિંગ, બુકિંગ, રિઝર્વેશન વગેરે ડિપાર્ટમેન્ટ પણ પોતાની રિપોર્ટ બનાવવા માટે આ એપની મદદ લઇ શકે છે.