RBIએ બેન્ક ડિરેક્ટર્સ માટેની પર્સનલ લોનની મર્યાદા 25 લાખથી વધારીને 5 કરોડ રૂપિયા કરી

કોઈ પણ બેન્ક તેના અથવા અન્ય બેન્કના ડિરેક્ટર્સના પતિ અઠવા પત્ની અને ડિપેન્ડેન્ટ બાળકોને સિવાયના કોઈપણ સંબંધીને 5 કરોડથી વધુની લોન નહીં આપશે.
ના રોજ પ્રકાશિત Sat, 24, 2021 પર 10:53  |  સ્ત્રોત : Moneycontrol.com

રિઝર્વ બેન્કે બેન્ક ડિરેક્ટરની પર્સનલ લોનની સીમા વધારો કર્યો છે. પહેલા કોઇ પણ બેન્કના ડિરેક્ટર્સ અને તેમના પરિવાર મહત્તમ 25 લાખ રૂપિયાના પર્સનલ લોન લઇ શકતા હતા. પરંતુ હવે તેને વધારીને 5 કરોડ રૂપિયા કરવામાં આવશે.


RBIએ શુક્રવારે એક પરિપત્ર બહાર પાડ્યો. આ મુજબ, બેન્કને તેના અથવા અન્ય કોઈ બેન્કના ડિરેક્ટર્સના પતિ અથવા પત્ની આશ્રિત બાળકો સિવાય અન્ય કોઈ સંબંધીને 5 કરોડ રૂપિયાથી વધુ પર્સનલ લોન આપવાની મંજૂરી નહીં આપે. આ જ કોઈપણ કંપની પર પણ લાગુ રહેશે. જ્યારે પતિ અને પત્ની અને ડિપેન્ડેન્ટ બાળકો સિવાયનો કોઈ અન્ય સંબંધી પાર્ટનર, ડિરેક્ટર અથવા મુખ્ય શેરહોલ્ડર હોય છે. આવા સંજોગોમાં તે કંપનીને પણ 5 કરોડ રૂપિયાથી વધુ બિઝનેસ લોન નહીં મળશે.


RBIનો આ નિયમ રીજનલ રૂરલ બેન્ક, સ્મૉલ ફાઇનેન્સ બેન્ક અને સ્થાનિક વિસ્તારની બેન્કો સિવાયની તમામ સિડ્યૂલ્ડ કમર્શિયલ બેન્કો પર લાગૂ થશે.


RBIએ કહ્યું કે, બેન્કો બોર્ડ ડિરેક્ટરના કોઈપણ સબંધીને 5 કરોડ રૂપિયાથી વધારે લોન આપે છે તો એના માટે તેમને મેનેજમેન્ટ કમિટી અથવા બોર્ડ ઑપ ડિરેક્ટરની મંજૂરી લેવી પડશે.


પહેલા જોવા મળ્યું છે કે બેન્કોના હાલના ડિરેક્ટર્સ તેમના પોઝિશનનું ખોટો લાભ લેતા તેના સંબંધીઓને લોન આપતા હતા.


icici Bankના MD અને CEOએ વીડિયોકૉનને 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી જે પાછળથી ડિફૉલ્ટ થઈ ગઈ.