UPSC સિવિલ સેવા પરીક્ષાનું Result જાહેર, પ્રદીપસિંહ બન્યો ટોપર

ના રોજ પ્રકાશિત Tue, 04, 2020 પર 13:49  |  સ્ત્રોત : Moneycontrol.com

UPSC Result । સંધ લોક સેવા આયોગ (Union Public Service Commission-UPSC)એ સિવિલ સેવા પરીક્ષા (Civil Service Exam 2019) ના ફાઇનલ પરિણામ રજૂ કર્યું છે. આ પરીક્ષામાં પ્રદીપ સિંહે ટૉપ કર્યું છે. ત્યારે બીજા સ્થાન પર જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા છે. પરીક્ષાર્થિયો દ્વારા પ્રાપ્ત અંકોની લિસ્ટ (Merit list) 15 દિવસ પછી બહાર પાડવામાં આવશે. પરીક્ષાર્થી તમારી માર્કશીટ (Marksheet) આયોગની વેબસાઇટ પર જોઈ શકશે.


UPSC સિવિલ સેવા પરીક્ષા અંતર્ગત આ વખતે કુલ 829 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આમાં 304 ઉમેદવારો જનરલ કેટેગરીના, 78 ઇડબ્લ્યુએસ, 251 ઓબીસી, 129 એસસી અને 67 એસટી કેટેગરીના છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તે પોતાનો પરિણામ (Result) યુપીએસસીની અધિકારીક વેબસાઇટ upsc.gov.in પર જોઇ શકે છે.


યૂપીએસસી સિવિલ સેવા દ્વારા ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ભોરતીય પુલિસ સર્વિસેઝ (IPS), અને ભારતીય ફૉરેન સર્વિસઝ (IFS), રેલવે ગ્રુપ એ (IRAS), ઇન્ડિયન પોસ્ટલ સર્વિસેઝ, ભારતીય ડાક સેવા, ઇન્ડિયન ટ્રેડ સર્વિસ સહિત અન્ય સેવાઓ માટે પસંદગી થઇ હતી.